કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારના પુત્ર સાંઈ ભગીરથની POCSO હેઠળ ધરપકડ: સગીરાના જાતીય શોષણનો આરોપ

તેલંગાણા પોલીસે રવિવારે એક મોટી કાર્યવાહી કરીને કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારના પુત્ર સાંઈ ભગીરથની ધરપકડ કરી છે. સાંઈ ભગીરથ પર 17 વર્ષની સગીર વયની યુવતીના જાતીય શોષણનો ગંભીર આરોપ છે. જેના પગલે પોલીસે પોક્સો (POCSO Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

આ કેસની વિગતો અનુસાર, પીડિત સગીરાની માતાએ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગત 8 મેના રોજ હૈદરાબાદ પોલીસે સાંઈ ભગીરથ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. શરૂઆતમાં એવી અટકળો વહેતી થઈ હતી કે મંત્રીના પુત્રએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ (Surrender) કર્યું છે, પરંતુ બાદમાં પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, આ કેસમાં તેની કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારની પ્રતિક્રિયા

પુત્રની ધરપકડ અંગે કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારે શનિવારે એક નિવેદન જારી કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે જ પોતાના પુત્રને પોલીસ સમક્ષ હાજર થવા અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની સૂચના આપી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે:

“કાનૂની વકીલોની સલાહ અને પ્રક્રિયાના કારણે શરણાગતિમાં થોડો વિલંબ થયો હતો, કારણ કે કાયદાકીય નિષ્ણાતો કેસ રદ થવાની અને જામીન મળવાની શક્યતાઓ ચકાસી રહ્યા હતા.”હાલ હૈદરાબાદ પોલીસ આ સંવેદનશીલ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE