કલ્યાણી પ્રિયદર્શને કાનમાં વિખેર્યો પોતાનો જલવો, ઓફ-શોલ્ડર ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ

12 મેથી કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)ની શરૂઆત થઈ ચૂકી છે. અહીં સિનેમા અને ફેશન જગત સાથે જોડાયેલી દુનિયાભરની ઘણી મોટી હસ્તીઓ પહોંચી રહી છે. આ ફેસ્ટિવલમાં ઘણી ફિલ્મોના પ્રીમિયર પણ યોજાઈ રહ્યા છે.ભારતમાંથી પણ અનેક સેલિબ્રિટીઝ ઉપરાંત સાઉથની જાણીતી અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ અહીં પહોંચી છે.તેણે પોતાના નવા લુકમાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. જેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

કાન ફેસ્ટિવલમાં પહોંચી કલ્યાણી પ્રિયદર્શન

કાન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થવાના બીજા જ દિવસે કલ્યાણી પ્રિયદર્શન ત્યાં પહોંચી ગઈ હતી. તેણે સફેદ રંગના ડ્રેસમાં ભારત પેવેલિયન (India Pavilion)માં હાજરી આપી હતી. આ સાથે જ તેણે ત્યાં એક પેનલ ડિસ્કશનમાં પણ ભાગ લીધો હતો. હવે તેણે કાનમાંથી પોતાના નવા લુકની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કલ્યાણીનો લુક છે સાવ અલગ

કલ્યાણી પ્રિયદર્શને જે તસવીરો શેર કરી છે. તેમાં જોઈ શકાય છે કે તેણે એક ખૂબ જ સુંદર ઓફ-શોલ્ડર ગ્રાઉન પહેરીને પોઝ આપ્યા છે. અભિનેત્રીએ વ્હાઇટ જ્વેલરી સાથે પોતાનો આ લુક કમ્પ્લીટ કર્યો છે. તેના ગળાનો હાર આગળથી નાનો છે પરંતુ પાછળથી ઘણો લાંબો છે. આ સિવાય અભિનેત્રીએ બંને હાથમાં રિંગ્સ (વીંટી) પહેરી છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. ફેન્સ તેના આ લુક પર આફરીન પોકારી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

કોણ છે કલ્યાણી પ્રિયદર્શન?

કલ્યાણી પ્રિયદર્શન સાઉથ સિનેમાની એક જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે. તે મુખ્યત્વે મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તે પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શનની દીકરી છે. કલ્યાણીએ પોતાની સિનેમેટિક સફરની શરૂઆત એક આસિસ્ટન્ટ પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. તેણે તેલુગુ ફિલ્મ હેલો (Hello) થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2025માં તે ફિલ્મ લોકા ચેપ્ટર 1′ (Loka Chapter 1) માં જોવા મળી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

ક્યાં યોજાયો છે કાન સમારોહ?

અત્રે ઉલ્લેખનીય છે કે, કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન દક્ષિણ ફ્રાન્સના કાન‘ (Cannes) શહેરમાં કરવામાં આવ્યું છે. સિનેમા અને ફેશનના આ ગ્લોબલ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ દર વર્ષે ભાગ લે છે. આ વર્ષે આલિયા ભટ્ટે પણ પોતાના લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે તારા સુતારિયાએ પણ અહીં હાજરી આપી છે. આ ઉપરાંત ઐશ્વર્યા રાય પણ દર વર્ષની જેમ આ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE