ખાનગી શાળાઓને ટક્કર મારતી સુત્રાપાડાની રાખેજ સરકારી શાળા સતત ત્રીજા વર્ષે 100% પરિણામનો ઝળહળતો રેકોર્ડ.
12 ગામના બાળકો માટે આશીર્વાદરૂપ બની શાળા; દરજીની દીકરી ખ્યાતિ જેઠવા 99.77 PR સાથે કેન્દ્રમાં પ્રથમ.
(ક્રિશ્ના)

(ખ્યાતિ)
જ્યારે આજના યુગમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને વાલીઓ ખાનગી શાળાઓ પાછળ દોટ લગાવી રહ્યા છે, ત્યારે સુત્રાપાડા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, રાખેજ એ સાબિત કરી દીધું છે કે સંકલ્પ અને મહેનત હોય તો સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને પછાડી શકે છે. ધોરણ 10 ના જાહેર થયેલા પરિણામમાં આ શાળાએ સતત ત્રીજા વર્ષે 100% પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે રાખેજની આ શાળા માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આસપાસના 12 જેટલા ગામડાઓના બાળકો અહીં ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવે છે. આ વર્ષે કુલ 65 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં બેઠા હતા અને તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે શાળાના પરિણામની ગુણવત્તા એટલી ઊંચી રહી છે કે અનેક વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યા છે જેઠવા ખ્યાતિ વિજયભાઈ: ૯૯.૭૭ PR સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા દરજીકામ કરતા પિતાની આ દીકરીએ સાબિત કર્યું કે પરિસ્થિતિ આડે નથી આવતી કળોતરા ક્રિષ્ના ગગનભાઈ: રબારી સમાજની આ દીકરીએ 99.67PR મેળવી સમગ્ર સમાજ અને શાળાનું ગૌરવ વધાર્યું છે આ વર્ષે કુલ 06 બાળકોએ A1 ગ્રેડ અને 19શ બાળકોએ A2 ગ્રેડ મેળવ્યો છે. મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના મોંઘા ટ્યુશન કે એક્સ્ટ્રા ક્લાસ વગર માત્ર શાળાના શિક્ષણના જોરે આ પરિણામ મેળવ્યું છે.
ગામડામાં આવેલી હોવા છતાં આ શાળાની સુવિધાઓ કોઈ મોટા શહેરની કોર્પોરેટ સ્કૂલ જેવી છે. શાળાના દરેક
વર્ગ ખંડ માંડિજિટલ બોર્ડ અને CCTV કેમેરા.માહિતી માટે દરેક રૂમમાં સ્પીકર સિસ્ટમ પીવા માટે શુદ્ધ RO અને કુલરનું પાણી વિશાળ રમત-ગમતનું મેદાન અને સજ્જ લાયબ્રેરી વિજ્ઞાન અને ખેતી વિષયક જ્ઞાન માટે ખાસ એગ્રીકલ્ચર લેબ શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોના અથાગ પરિશ્રમને કારણે જ આ શક્ય બન્યું છે. અહીંના વિદ્યાર્થીઓ માત્ર ભણવામાં જ નહીં, પણ વિજ્ઞાન મેળા અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રાજ્ય કક્ષા સુધી પોતાની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ શાળાને અગાઉ ‘જિલ્લાની શ્રેષ્ઠ શાળા’ નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે આમ, રાખેજની આ સરકારી શાળાએ એક નવો રાહ ચીંધ્યો છે કે જો આધુનિક સુવિધાઓ અને સમર્પિત શિક્ષકો હોય, તો સામાન્ય પરિવારના બાળકો પણ આકાશને આંબી શકે છે.
રિપોર્ટર: શબ્બીર સેલોત, કોડીનાર
Post Views: 0











