કેનેડામાં રંગભેદનો શિકાર બન્યા શીખ વડીલ…”યુવકે ધક્કો મારી ગાળો આપી કહ્યું – “મારા દેશમાંથી બહાર નીકળી જાવ”

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના વુડસ્ટોક શહેરમાં એક શીખ વડીલ રંગભેદનો શિકાર બન્યા હતા..એક કેનેડિયન યુવકે વડીલને ધક્કો મારીને વંશીય ગાળો આપી હતી અને બૂમો પાડીને કહ્યું હતું કે – “મારા દેશમાંથી બહાર નીકળી જાવ”. ટૉરોન્ટો પોલીસે આને “હેટ-મોટિવેટેડ અસોલ્ટ” (નફરતથી પ્રેરિત હુમલો) ગણાવી તપાસ શરૂ કરી છે.

હજારો લોકોની વચ્ચે નફરતનું પ્રદર્શન

આ ઘટના ૨૨ એપ્રિલના રોજ બની હતી. મળતી માહિતી મુજબ, વડીલ શીખ વ્યક્તિ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા.. ત્યારે એક યુવક તેમની પાસે આવ્યો અને તેમને જોરદાર ધક્કો માર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે પીડિતને તેમની જાતિ અને ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા અને વંશીય ગાળો આપતા અશ્લીલ શબ્દો કહ્યા હતા. સદનસીબે, પીડિતને કોઈ શારીરિક ઈજા થઈ નથી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હુમલો કોઈપણ ઉશ્કેરણી વગર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ યુવક ફેન્સ કૂદીને ટર્ટલ આઈલેન્ડ સ્કૂલના કેમ્પસમાં ઘૂસી ગયો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન કોઈ વિદ્યાર્થીને નુકસાન થયું નથી.

આ પણ વાંચો :

AAPને મોટો ઝટકો: રાજ્યસભાના 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને સભાપતિની મંજૂરી

પોલીસે શંકાસ્પદની ધરપકડ કરી

આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા યુવકની ધરપકડ કરી છે અને તેને કસ્ટડીમાં રાખીને જામીન પર સુનાવણી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક વારંવાર વડીલ શીખ પર બૂમો પાડી રહ્યો હતો.તે કહી રહ્યો હતો કે, “What the… are you doing in my country (તું મારા દેશમાં શું કરી રહ્યો છે)?” અને “You ain’t from here, get the… out of my country (તું અહીંનો નથી, મારા દેશમાંથી નીકળી જા).”

કડક કાર્યવાહીનો ભરોસો

વુડસ્ટોક પોલીસે નિવેદન આપ્યું છે કે, “અમારા સમુદાયમાં નફરતના આવા કૃત્યો માટે કોઈ સ્થાન નથી.અમે સુનિશ્ચિત કરીશું કે સમુદાયના તમામ સભ્યો સુરક્ષિત અનુભવે. જો કોઈએ નફરતની આવી ઘટના જોઈ હોય કે અનુભવી હોય, તો કૃપા કરીને પોલીસને જાણ કરો.”

વિશ્વ શીખ સંગઠન (World Sikh Organisation – WSO) એ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને તેને “અસ્વીકાર્ય” ગણાવી છે. સંગઠને વુડસ્ટોક પોલીસની ઝડપી કાર્યવાહી બદલ આભાર માન્યો હતો. WSO એ જણાવ્યું કે તાજેતરના રિપોર્ટ્સ મુજબ એન્ટી-શીખ હેટના કેસ વધી રહ્યા છે.જેના માટે વ્યવસ્થિત કાર્યવાહી અને જનજાગૃતિની જરૂર છે.

Leave a Comment

READ MORE

READ MORE