કોણ છે જોન ટર્નસ? જેઓ બનશે Appleના નવા બોસ અને ટિમ કૂકની લેશે જગ્યા

દુનિયાની સૌથી મોટી ટેક કંપની Appleમાં એક યુગનો અંત અને નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. લાંબા સમયથી કંપનીનું સુકાન સંભાળી રહેલા ટિમ કૂક (Tim Cook) હવે CEO પદ છોડી નવી ભૂમિકામાં જશે. અને તેમના સ્થાને કંપનીના અત્યંત વિશ્વાસુ અને અનુભવી ચહેરા જોન ટર્નસ (John Ternus) ની નિમણૂંક કરવામાં આવી છે.

કોણ છે જોન ટર્નસ?

જોન ટર્નસ Appleના સંસ્કારોમાં જ ઘડાયેલા એક કુશળ એન્જિનિયર છે.

  • શરૂઆત: તેમણે વર્ષ 2001માં Apple જોઈન કર્યું હતું.

  • શિક્ષણ: તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

  • તેમણે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય Appleમાં જ વિતાવ્યો છે અને કંપનીના આજના આધુનિક સ્વરૂપ પાછળ તેમનો મોટો ફાળો છે.

ક્યારથી સંભાળશે પદ?

Appleની જાહેરાત મુજબ, જોન ટર્નસ 1 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે CEOનું પદ સંભાળશે.ટિમ કૂક આ વર્ષે ઉનાળા સુધી પોતાની જવાબદારીઓ ચાલુ રાખશે.. જેથી નેતૃત્વનું પરિવર્તન સરળતાથી થઈ શકે.ત્યારબાદ, ટિમ કૂક કંપનીના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ચેર તરીકે પોતાની સેવાઓ આપશે.

Appleમાં જોન ટર્નસની સફર

ટર્નસની પ્રગતિ કંપનીમાં ખૂબ જ પ્રભાવશાળી રહી છે:

  • 2013: હાર્ડવેર એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા.

  • 2021: સમગ્ર હાર્ડવેર વિભાગના વડા (Head of Hardware Engineering) તરીકે નિયુક્ત થયા.

  • Appleના લગભગ તમામ ફિઝિકલ પ્રોડક્ટ્સ, જે આજે આપણે વાપરીએ છીએ, તેના નિર્માણમાં ટર્નસની સીધી દેખરેખ રહી છે.

મહત્વની સિદ્ધિઓ અને પ્રોડક્ટ્સ

તેમના નેતૃત્વ હેઠળ Appleએ ટેક જગતમાં ક્રાંતિ લાવનારા અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે:

  • મુખ્ય પ્રોડક્ટ્સ: Apple Watch, AirPods અને તાજેતરમાં ચર્ચિત Vision Pro.

  • ગેમ-ચેન્જર નિર્ણય: Mac કોમ્પ્યુટર્સ માટે Intel પરની નિર્ભરતા ખતમ કરી Appleના પોતાના સિલિકોન ચિપ્સ (M-series) લાવવાનો નિર્ણય અત્યંત સફળ રહ્યો.. જેના કારણે Macના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો.

કેવી છે તેમની લીડરશીપ સ્ટાઈલ?

રિપોર્ટ્સ અનુસાર, જોન ટર્નસનો સ્વભાવ શાંત અને સંતુલિત છે.તેમની મેનેજમેન્ટ શૈલી ઘણીખરી ટિમ કૂક જેવી જ માનવામાં આવે છે. જે સ્થિરતા અને સ્પષ્ટ વિઝન પર ભાર મૂકે છે.જોકે તેઓ સ્ટીવ જોબ્સ જેવા આક્રમક નથી.પરંતુ તેમની એન્જિનિયરિંગની ઊંડી સમજ અને ટીમને સાથે રાખીને ચાલવાની ક્ષમતા તેમને એક મજબૂત લીડર બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE