રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭, ૮ અને ૯ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭, ૮ અને ૯ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ..૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ના મતદાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ૭, ૮ અને ૯ વોર્ડ માટે ઈવીએમ કમિશનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સવારે ૮ કલાકથી વિરાણી સ્કૂલ કેમ્પસમાં આયોજિત આ ઈવીએમ કમિશનિંગ પ્રક્રિયામાં ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી વોર્ડ પ્રમાણે કમિશનિંગ કરવામાં આવ્યું હતું. ૧૮ ટેબલમાં ૯૦ કર્મચારીઓના સ્ટાફ સાથે ૧૭૧ બૂથ અને ૨૦ ટકા રીઝર્વ મશીનોનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. કમિશનિંગ દરમિયાન ઈવીએમ મશીનમાં બેલેટ પેપર સેટ કરવા અને મશીનોનું સીલિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછાર, આ ત્રણેય વોર્ડના ચૂંટણી અધિકારી શ્રી અજય ઝાપડા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર ૭ માં ૬૦ બેલેટ યુનિટ અને ૬૦ કંટ્રોલ યુનિટ, વોર્ડ નંબર ૮ માં ૭૦ બેલેટ યુનિટ અને ૭૦ કંટ્રોલ યુનિટ તેમજ વોર્ડ નંબર ૯ માં ૮૦ બેલેટ યુનિટ અને ૮૦ કંટ્રોલ યુનિટનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મશીનોને ફરી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE