બોટાદના સાલૈયા ગામ નજીક ભુતડા દાદાના ડુંગર ઉપર આવેલી રાધિકા ગૌશાળામાં અનેક અબોલ પશુઓનાં શંકાસ્પદ મૃત્યુ થતાં આજુબાજુ ગામોના જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જેથી મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગૌશાળા દ્વારા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે 2 દિવસમાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો. જ્યારે ગૌશાળાના સંચાલકે તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પશુઓના મૃત્યુ ક્યાં કારણોસર થયાં તે અંગેની તપાસ શરૂૂ કરી છે.
બોટાદ જિલ્લાના સાલૈયા ગામ નજીક ભુતડા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટ આશ્રમ આવેલો છે. આ આશ્રમ દ્વારા રાધિકા ગૌશાળા ચલાવવામાં આવે છે. આ ગૌશાળામાં અબોલ પશુઓ રાખવામાં આવે છે. ત્યારે આ ગૌશાળામાં 30થી વધુ અબોલ પશુઓના મૃત્યુ થયા છે, તેવા સમાચાર મળતાં આજુબાજુ ગામોના જીવદયાપ્રેમીઓ મોટી સંખ્યામાં ભુતડા દાદાના ડુંગર પર પહોંચ્યા હતા. તપાસ કરતાં ત્રીસથી વધારે અબોલ પશુઓનાં મોત થયાનું સામે આવતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.
ગૌશાળામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થયાં હોવાના જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને અબોલ પશુઓના મોત ક્યા કારણોસર થયાં છે તેની તપાસ શરૂૂ કરી છે. તપાસ બાદ જ પશુઓના મોતનું સાચું કારણ બહાર આવશે.
જીવદયાપ્રેમી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચારા અને પાણીના અભાવે 2 દિવસમાં 35થી 40 ઢોર મરી ગયા છે. ગામલોકોને ગૌશાળામાં જોવા માટે પણ જવા દેવામાં આવતા નથી. એક બાપુ સિવાય ગૌશાળાનું કોઈ ધ્યાન રાખનારું નથી.જોટીંગડા ગ્રામપંચાયતના સરપંચ વિજયભાઈ ધલવાણિયાએ જણાવ્યું હતું કે, કાલે ફોન આવ્યો તો કે અહીં કેટલાક પશુ મરી ગયા છે. તો અમે આજે બધા ગામના લોકો પોલીસ અને મીડિયા સાથે અહીં જોવા માટે આવ્યા હતા. તો અંદાજે 50થી 60 જેટલી ઢોર મરી ગયા હોવાનું જણાઈ રહ્યું છે. ગૌશાળામાં 2500 રૂૂપિયા લઈને ઢોરો મુકવામાં આવે છે. હાલમાં 400 જેટલા પશુઓ આ ગૌશાળામાં આવેલા છે. જો કે ઘાસચારાના કારણે જ આ પશુના મોત થયા હોવાનું જણાઈ રહ્યું છે.