KGFનો રેકોર્ડ તોડતી સ્ત્રી-2, સૌથી વધારે કમાણી કરનાર છઠ્ઠી ફિલ્મ બની

50 કરોડના બજેટમાં બનેલી ફિલ્મની 13મા દિવસે 414.55 કરોડની કમાણી

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2બોક્સ ઓફિસ પર 13 દિવસથી ચાલી રહી છે અને તેણે તેના બજેટ કરતા કેટલાય રૂૂપિયા વધુ કમાણી કરી છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તે દરરોજ કમાણીના મામલામાં કોઈને કોઈ બેન્ચમાર્ક સેટ કરી રહી છે. 14મા દિવસે સ્ત્રી 22 એ બધા રેકોર્ડ તોડ્યા સ્ત્રી 2’ એ KGF2 ને ભારે ટક્કર આપી છે. KGF2 ના હિન્દી કલેક્શનને પાછળ છોડી દીધું છે.

સ્ત્રી 2 એ 13 દિવસમાં 414.55 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. પરંતુ 14મા દિવસે તેની કમાણી -17.02% ઘટી ગઈ. જોકે, તેમ છતાં તે KGF2 ની કમાણીના આંકડા કરતા વધારે છે. અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત સ્ત્રી 2 માં આ વખતે અક્ષય કુમાર પણ હતા. તેમને સરકટેના વંશજની ભૂમિકામાં ઘણો પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મની વાર્તાની સાથે તેના ટ્વિસ્ટ અને વળાંકોએ પ્રેક્ષકોને કનેક્ટેડ રાખ્યા. 50 કરોડના બજેટમાં બનેલી સ્ત્રી 2એ નિર્માતાઓના ખિસ્સા પૈસાથી ભરી દીધા છે.

તફભક્ષશહસ ના અહેવાલ મુજબ, સ્ત્રી 2’ એ 14મા દિવસે -17.02 ટકાના ઘટાડા સાથે 9.75 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે, જ્યારે 13માં દિવસે તેણે 11.75 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. તેની કમાણી 14મા દિવસે નોંધપાત્ર રીતે ઘટી હતી. જો કે, આ હોવા છતાં તેણે ઊંૠઋ 2 ના હિન્દી વર્ઝનની કમાણીને માત આપી. ઊંૠઋ 2 એ 435 કરોડ રૂૂપિયા એકત્ર કર્યા હતા અને સ્ત્રી 2’ એ માત્ર 14 દિવસમાં 445 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. આ સાથે સ્ત્રી 2’ અત્યાર સુધીની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ઉપરાંત, 14 દિવસમાં તેણે ભારતમાં 507.25 કરોડ રૂૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. દુનિયાભરની કમાણીની વાત કરીએ તો સ્ત્રી 2એ 600 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 14 દિવસમાં 606 કરોડ રૂૂપિયાની કમાણી કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE