વડોદરા પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી છતાં ગણતરીના કલાકોમાં લારીઓ ફરી રસ્તા પર : ટ્રાફિક અને રાહદારીઓની મુશ્કેલી યથાવત
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી મેન્ડેટ આપવામાં આવ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી તમામ ૧૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવશે. આગામી ૧૩ ઑક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી સંભાવના છે.
આ વખતે ભાજપ દ્વારા ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી છે અને નવા ચહેરાઓ તથા વકીલને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્ય હાઇલાઇટ્સ અને નિયુક્ત સભ્યોની યાદી:
-
ચૂંટણી અને બોર્ડની રચના: શિક્ષણ સમિતિમાં ૧૨ બેઠકોની ચૂંટણી બાદ સરકાર દ્વારા નિયુક્ત કરનાર ૩ સભ્યો મળીને કુલ ૧૫ સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં આવશે. જો અન્ય કોઈ ઉમેદવારી ન રહે તો ૧૩ ઑક્ટોબરે ચકાસણી બાદ ઉમેદવારો બિનહરીફ જાહેર થશે, અન્યથા ૨૧ ઑક્ટોબરે મતદાન યોજાશે.
-
શિક્ષણ સમિતિના નવનિયુક્ત ૧૨ સભ્યો: કૌશિક પ્રજાપતિ, વીણાબેન ચૌધરી, દીપાબેન શાહ, ધવલ શાહ, આરતીબેન જયસ્વાલ, સોહીલ ગોડિયા, સાલવ મજમુદાર, અજય ગવરા, કોમલબેન કુકરેજા, ચિરાગ યાદવ, પંકજ રાણા અને નીરવ પટેલ.
-
સરકાર દ્વારા નિયુક્ત ૩ સભ્ય: સંજીવ પંચોલી, અમિત વ્યાસ અને સરકારી અધિકારી.
આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમિતિના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે.











