અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટનું 85% કામ પૂર્ણ, આગામી માર્ચ સુધીમાં મળશે અત્યાધુનિક સુવિધાઓ
અમદાવાદમાં અમૃત ભારત યોજના હેઠળ સાબરમતી રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત આ પ્રોજેક્ટની ૮૫ ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, આગામી માર્ચ ૨૦૨૭ સુધીમાં સ્ટેશનનું સમગ્ર કામ પૂર્ણ કરી દેવાશે.
આધુનિક રૂપ-રંગ સાથે આ સ્ટેશન તૈયાર થવાથી ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી બનશે અને મુસાફરોને એરપોર્ટ જેવો અત્યાધુનિક અનુભવ મળશે.
મુખ્ય હાઇલાઇટ્સ અને સ્ટેશનની વિશેષતાઓ:
-
પ્લેટફોર્મની સ્થિતિ: પ્લેટફોર્મ ૪-૫ અને ૬-૭ નું કામ અગાઉથી પૂરું થઈ ચૂક્યું છે. પ્લેટફોર્મ ૨-૩ પર બ્લોક લઈને કામ ચાલી રહ્યું છે, જ્યારે દિવાળી બાદ પ્લેટફોર્મ ૧ નું બાકી રહેલું કામ હાથ ધરાશે.
-
આધુનિક સુવિધાઓ: મુસાફરોની સુવિધા માટે વિશાળ કોન્કોર્સ એરિયા, લિફ્ટ, એસ્કેલેટર અને ૧૨ મીટર પહોળો નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવશે.
-
બુલેટ ટ્રેન કનેક્ટિવિટી: આ સ્ટેશનને બુલેટ ટ્રેનના મલ્ટી મોડલ હબ સાથે સીધું જોડાણ આપવામાં આવશે.
-
અન્ય સગવડો: ફૂડ પ્લાઝા, એસી-નોનએસી વેઇટિંગ રૂમ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, સીસીટીવી સર્વેલન્સ અને સોલાર પાવર પ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.











