-
ઐતિહાસિક ભંડોળ એકત્રીકરણ: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ મહિનામાં મેઈનબોર્ડ અને SME બન્ને કેટેગરીના IPO મળીને કુલ રૂ. ૧ લાખ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે.
-
૩૧% ની મજબૂત વૃદ્ધિ: પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વખતે આઈપીઓ દ્વારા એકત્રિત ભંડોળમાં ૩૧ ટકાનો જંગી વધારો નોંધાયો છે.
-
OFS નો મોટો હિસ્સો: સ્થાનિક માર્કેટમાં રોકાણકારોની મજબૂત લિક્વિડિટી વચ્ચે મોટા ઈશ્યુઓના આગમનથી ઓફર ફોર સેલ (OFS) મારફતે કંપનીઓ અને પ્રમોટરોએ રૂ. ૬૭,૩૮૨ કરોડ મેળવ્યા છે.
-
વૃદ્ધિ પાછળના મુખ્ય કારણો: પશ્ચિમ એશિયાના તણાવ બાદ મોકૂફ રખાયેલા મોટા આઈપીઓનું પુનઃ આગમન અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી (SIP) દ્વારા રોકાણકારોના સતત પ્રવાહને લીધે આ ભવ્ય સિદ્ધિ શક્ય બની છે.
Post Views: 30











