-
સરકારી સિસ્ટમ પર પ્રહાર: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રાજ્ય તંત્રની નિષ્ફળતા અને વહીવટી કામગીરી સામે આકરા પ્રહારો કરતા હાલની વ્યવસ્થાને સડેલી ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
-
મુખ્યમંત્રીને રજૂઆત અને ઉપેક્ષા: તેમણે જણાવ્યું કે બેરોજગારી અને યુવાનોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ કે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
-
સિસ્ટમ બદલવાની હાકલ: સરકાર સામે સીધો જંગ છેડતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર રજૂઆતોથી કામ નહીં ચાલે પણ ‘સિસ્ટમ બદલવી પડશે’ તેવો આર-પારનો મૂડ બનાવ્યો છે.
-
યુવાનો માટે હેલ્પલાઇન: રોજગારી અને વિવિધ વહીવટી સમસ્યાઓથી પીડાતા રાજ્યના યુવાનોના પ્રશ્નોને વાચા આપવા અને તેમને મદદરૂપ થવા માટે તેમણે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
ભાજપના જ પૂર્વ મંત્રી દ્વારા પોતાની જ સરકાર સામે આ પ્રકારે બળવો પોકારાતાં રાજ્યના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
Post Views: 27











