વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા છે. તરસાલી અને અટલાદરા વિસ્તારોમાંથી નવા શંકાસ્પદ કેસો સામે આવતાં જ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને આરોગ્ય વિભાગ વધુ એલર્ટ બન્યું છે.
એસ.એસ.જી. હોસ્પિટલના આંકડા અને સ્થિતિ
-
કુલ કેસ: અત્યાર સુધીમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં આશરે 50 જેટલા શંકાસ્પદ (મોટાભાગે બાળકો) દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે.
-
પોઝિટિવ અને મોત: 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે. 1 બાળક સાજું થઈને ઘરે ગયું છે.
-
હાલની સ્થિતિ: હાલ 3 શંકાસ્પદ બાળકો ઓબ્ઝર્વેશન હેઠળ છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે. આ દર્દીઓમાં 2 સ્થાનિક વડોદરાના (તરસાલી, અટલાદરા) અને 1 ગોધરા વિસ્તારનો છે.
આરોગ્ય વિભાગનું નિવેદન અને તંત્રની કામગીરી
-
RMO ડો. જાગૃતિ ચૌધરીની અપીલ: તેમણે લોકોને સેન્ડફ્લાય (રેતીની માખી) ના કરડે તે માટે ઘરના સભ્યોની કાળજી રાખવા અને સાવચેતી વર્તવા વિનંતી કરી છે.
-
નિવારણ પગલાં: અસરગ્રસ્ત વિસ્તારોમાં પીએસસી અને સીએસસી સ્તરે દવાઓનો છંટકાવ શરૂ કરાયો છે. લોકોને આખી બાંયના કપડાં પહેરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.











