વલ્લભ વિદ્યાનગર સ્થિત વી. પી. એન્ડ આર. પી. ટી. પી. સાયન્સ કોલેજમાં વ્યાખ્યાન શ્રેણી “Scale-Up Science: From Campus to Corporate” નું સફળ આયોજન

ચારુતર વિદ્યા મંડળ સંચાલિત અને સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વી. પી. એન્ડ આર. પી. ટી. પી. સાયન્સ કોલેજના ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને કારકિર્દી માર્ગદર્શન હેતુસર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાન શ્રેણી “Scale-Up Science: From Campus to Corporate” અંતર્ગત “Explore to Unexplored” વિષય પર એક જીવંત અને સંવાદાત્મક (Live & Interactive) સેશન યોજાયું હતું.
આ સત્રમાં એલેવેર ઇમ્પેક્ટ હબ એલએલપીના સ્થાપક અને સીઈઓ, અંકિતા મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના બહોળા અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસથી કોર્પોરેટ જગતમાં પ્રવેશવા માટે ઇન્ટરવ્યુ અને પોતાના વર્તન અને વાણીથી આગળ કેરિયર કઈ રીતે બનાવી શકો એના વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગની ભુતપૂર્વ વિધાર્થીની શ્વેતા પટેલ,એસોસિયેટ રિસર્ચ સાયન્ટિસ્ટ એનાલિટિકલ, O2H Discovery એ લીડરશીપ ગુણો અને મેનેજમેન્ટ ક્ષમતાઓ અંગે રસપ્રદ તેમજ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. નિકુંજ ભટ્ટ તથા ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી વિભાગના વડા ડૉ. પી. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE