ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થશે: 12 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગનું યલો એલર્ટ

હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, રાજ્યમાં 9 ઓગસ્ટ સવારના 8 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તારીખ મુજબ વરસાદની આગાહી

  • 9 ઓગસ્ટ: ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટાંની સંભાવના છે.

  • 10 ઓગસ્ટ: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે.

વિસ્તારવાર સ્થિતિ

  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.

  • દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલી.

  • સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ અને કચ્છ.

હવામાન વિભાગ મુજબ, ભારેથી અતિભારે વરસાદની કોઈ મોટી ચેતવણી નથી, પરંતુ ગાજવીજ અને પવનને કારણે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE