સુરતમાં SMCની પ્રોહિબિશન રેડ: ₹17.80 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

સુરત, તા. 19 જુલાઈ 2026: રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)ની પ્રોહિબિશન ટીમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છિન્ની ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અમિત ચંદુભાઈ પટેલના રહેઠાણ અને તેમના તેના રોડ સ્થિત દુકાન પર દરોડા દરમિયાન વિદેશી દારૂ, દેશી દારૂ બનાવવા માટેનો વોશ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹17,80,040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન 1,776 વિદેશી દારૂની બોટલો (કિંમત અંદાજે ₹7,29,940), 175 લિટર દેશી દારૂ (કિંમત ₹35,000), 1,800 લિટર વોશ (કિંમત ₹45,000), ત્રણ મોબાઇલ ફોન (કિંમત ₹70,000) તેમજ બે વાહનો (કિંમત ₹9 લાખ) સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(A)(E), 65(F), 81, 83, 98(2) અને 116(B) હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે અમિત ચંદુભાઈ પટેલ (ઉ.વ. 34) અને *નટવરભાઈ ઠાકોરભાઈ પટેલ (ઉ.વ. 45)*ની ધરપકડ કરી તેમને ઓલપાડ પોલીસને સોંપ્યા છે.

તપાસ દરમિયાન દમણના વિશાલ સેલર, સાગર પાટીલ તેમજ વિશાલ સેલરના અન્ય અજાણ્યા સાગરિતો દારૂ સપ્લાય કરનાર તરીકે સામે આવ્યા હોવાથી તેમને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી SMCના પોલીસ ઇન્સ્પેક્ટર પી. પી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE