રાજકોટમાં ફૂડ વિભાગનો મોટો સપાટો: 66 હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ, વાસી ખોરાક મળતાં મીઠાઈની દુકાન સીલ

રાજકોટ: શહેરમાં ભેળસેળયુક્ત અને અખાદ્ય ખાદ્ય પદાર્થો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરી છે. શહેરભરની 66 હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાન અને ડેરીમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અભિયાન દરમિયાન એસ્ટ્રોન ચોક પાસે આવેલી વિરમણી સ્વીટ એન્ડ નમકીનમાં વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ મળી આવતાં મનપાએ દુકાનને તાત્કાલિક સીલ કરી હતી. સાથે જ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ સંચાલકને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગની તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 218 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક વેપારીઓને સ્વચ્છતા, લાઇસન્સ, સ્ટોરેજ અને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના ભંગ બદલ નોટિસ પણ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. શહેરમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાક સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE