લાજપોર જેલમાં નોંધણી વગર કેદીઓ સાથે મુલાકાતનું કૌભાંડ: સુરત ગ્રામ્ય એસીબીની ટ્રેપમાં શખ્સ ઝડપાયો

સુરત: લાજપોર સેન્ટ્રલ જેલમાં નોંધણી વગર કેદીઓ સાથે મુલાકાત કરાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રૂપિયા લઈને ગેરકાયદેસર રીતે મુલાકાત કરાવતો એક શખ્સ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

પકડાયેલા આરોપીની ઓળખ પ્રતિક કૈલાસ સસાને તરીકે થઈ છે. એસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે લાજપોર જેલ ખાતે ડિકોય ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપી ફરિયાદી પાસેથી રૂપિયા 500 સ્વીકારતો હતો ત્યારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર કેદીઓ સાથે મુલાકાત કરાવવા માટે રૂપિયા 500થી 1,000 સુધીની રકમ વસૂલતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત ગ્રામ્ય એસીબીએ આરોપીની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે અને સમગ્ર કૌભાંડની વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE