સુરતમાં દેશી દારૂના અડ્ડા પર SMCનો મોટો દરોડો, ₹13.37 લાખનો મુદ્દામાલ જપ્ત; 4 ઝડપાયા, 8 ફરાર

સુરત: દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ સુરત મહાનગરપાલિકા (SMC)ની પ્રોહિબિશન શાખાએ ઓલપાડ તાલુકાના દાભલી ગામમાં દેશી દારૂના અડ્ડા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન કુલ ₹13.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજે 2,944 લિટર દેશી દારૂ, 27,200 લિટર દેશી દારૂ બનાવવા માટેનો વોશ તેમજ એક વાહન કબજે કર્યું છે. સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે ₹13,37,131 હોવાનું જણાવાયું છે.

આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી SMC પ્રોહિબિશન શાખાના PI બી.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઓલપાડ પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE