કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વૈજ્ઞાનિક આધાર ન હોવાના કારણે 16 મિશ્ર દવાઓ (FDCs) પર તાત્કાલિક પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 16 ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાઓમાં કેટલીક એન્ટિબાયોટિક, દર્દનિવારક (પેઈન-કિલર) અને ત્વચાની સારવાર માટે વપરાતી પ્રોડક્ટ્સ શામેલ છે. નિષ્ણાતોની પેનલે તપાસમાં જાણ્યું હતું કે, આ દવાઓ પાછળ કોઈ તબીબી તર્ક નથી અને તેમની તરફેણમાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યા નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.

આ કાર્યવાહી દેશમાં વેચાતી ફિક્સ-ડોઝ કોમ્બિનેશન દવાઓની સમીક્ષા કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) એ એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. જેણે તપાસવાનું હતું કે, આવા ડ્રગ કોમ્બિનેશન વૈજ્ઞાનિક રીતે યોગ્ય અને દર્દીઓ માટે સુરક્ષિત છે કે નહીં.

સમિતિની ભલામણોના આધારે, સરકારે તારણ કાઢ્યું કે, આ 16 કોમ્બિનેશન અતાર્કિક હતા. અને તેનાથી થનારા સંભવિત જોખમોની સરખામણીમાં તેનો સતત ઉપયોગ દર્દીઓ માટે બિલકુલ ફાયદાકારક જણાતો નહોતો.

પ્રતિબંધિત પ્રોડક્ટ્સમાં એમોક્સિસિલિન (amoxicillin), સેફ્યુરોક્સિમ (cefuroxime) અને સેફાડ્રોક્સિલ (cefadroxyl) જેવા એન્ટિબાયોટિક્સ ધરાવતા કોમ્બિનેશન, દુખાવા અને પેટના દુખાવા (abdominal cramps) માં રાહત આપતી દવાઓ તેમજ એલોવેરા આધારિત ત્વચાની સારવાર (dermatological) માટેની કેટલીક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE