ભાવનગરના સરદાર નગર ખાતે આવેલી જાણીતી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં આગામી તારીખ ૧૯, ૨૦ અને ૨૧ ના રોજ એક ભવ્ય રાષ્ટ્રીય સ્તરના આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ત્રિશક્તિ’ ગ્રુપના પ્રિયાબા જાડેજા તથા નમ્રતાબા ગોહિલ દ્વારા આયોજિત આ મેગા પ્રદર્શનમાં ભારતભરમાંથી પસંદ કરાયેલા આશરે ૭૫ જેટલા નામાંકિત ચિત્રકારો અને ફોટોગ્રાફર્સ પોતાની અદ્ભુત કલાત્મક કૃતિઓ રજૂ કરશે, જે ભાવનગરના કલાપ્રેમીઓ માટે એક અનેરો લહાવો બની રહેશે.
આ ત્રિદિવસીય કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ૧૯ ને શુક્રવારના રોજ સાંજના ૫:૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ભાવનગરના મેયર શ્રી ઉષાબેન તલરેજા, નેહલ ગઢવી, અમુલ પરમાર, હિમાચલ મહેતા તેમજ જાણીતા જાદુગર મંગલ, જાદુગર યુવરાજ અને અજય ચૌહાણ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવશે. કલાજગતને પ્રોત્સાહન આપતા આ પ્રદર્શનનો લાભ લેવા ભાવનગરની જનતાને જાહેર આમંત્રણ છે.
અહેવાલ: કનુભાઈ ખાચર
Post Views: 0











