ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને સારા સમાચાર, 18થી 24 જૂન દરમિયાન એન્ટ્રીની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના આગામી બે સપ્તાહના આઉટલૂક મુજબ રાજ્યમાં 18થી 24 જૂન દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં ચોમાસું ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન અરબી સમુદ્ર તરફની સ્થિતિ વધુ અનુકૂળ બનશે, જેના કારણે ચોમાસું આગળ વધવાની ગતિ પકડી શકે છે.

રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો 18થી 24 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ શકે છે.

ખેડૂતો સહિત રાજ્યભરના લોકોની નજર હવે હવામાન વિભાગના આગામી અપડેટ પર મંડાઈ છે. કારણ કે ચોમાસાના આગમન સાથે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE