ફિફા વર્લ્ડ કપ 2026: ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મુકાબલા? ગ્રૂપથી લઈને ટાઈમિંગ સુધીની તમામ વિગતો

ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ફિફા વર્લ્ડ કપ 2026 દ્વારા એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લેશે. આ વખતે ફૂટબોલ મહાકુંભની યજમાની સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકો પાસે છે. આ ટૂર્નામેન્ટ 11 જૂનથી 19 જુલાઈ દરમિયાન રમાશે. આ સમયગાળા દરમિયાન 16 અલગ-અલગ શહેરોમાં રેકોર્ડબ્રેક 104 મેચો રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ મોટું હોવાને કારણે ચાહકોને વધુ ટીમો, વધુ મુકાબલા અને લાંબો નોકઆઉટ સ્ટેજ જોવા મળશે. આ જ કારણ છે કે આ વર્લ્ડ કપને ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ ગણાવવામાં આવી રહ્યો છે.

સવારે 6:30 વાગ્યે (IST) શરૂ થતી મેચોનું લિસ્ટ(ભારતીય સમય )

આ ટાઈમ સ્લોટમાં અમેરિકા અને કેનેડાના વેસ્ટ કોસ્ટ (પશ્ચિમ કિનારા) પર યોજાનારા મોટાભાગના મહત્વના મુકાબલા રમાશે.

તારીખ (ભારતીય દિવસ)

ગ્રૂપ

મેચ (મુકાબલો)

સ્ટેડિયમ / શહેર

13 જૂન, શનિવાર

Group D

અમેરિકા (USA) vs પરાગ્વે

લોસ એન્જલસ સ્ટેડિયમ

14 જૂન, રવિવાર

Group C

હૈતી vs સ્કોટલેન્ડ

ફોક્સબોરો સ્ટેડિયમ

16 જૂન, મંગળવાર

Group G

ઇરાન vs ન્યુઝીલેન્ડ

લોસ એન્જલસ સ્ટેડિયમ

17 જૂન, બુધવાર

Group J

આર્જેન્ટિના vs અલ્જીરિયા

કેન્સાસ સિટી સ્ટેડિયમ

19 જૂન, શુક્રવાર

Group A

મેક્સિકો vs દક્ષિણ કોરિયા

ઝાપોપાન સ્ટેડિયમ

22 જૂન, સોમવાર

Group G

ન્યુઝીલેન્ડ vs ઇજિપ્ત

વાનકુવર સ્ટેડિયમ

25 જૂન, ગુરૂવાર

Group A

દક્ષિણ આફ્રિકા vs દક્ષિણ કોરિયા

ગ્વાડલાહારા સ્ટેડિયમ

25 જૂન, ગુરૂવાર

Group A

ચેકિયા vs મેક્સિકો

મેક્સિકો સિટી સ્ટેડિયમ

સવારે 7:30 વાગ્યે (IST) શરૂ થતી મેચોનું લિસ્ટ(ભારતીય સમય)

આ સ્લોટમાં મુખ્યત્વે મેક્સિકો અને તેની આસપાસના સ્ટેડિયમોમાં રમાનારી મહત્વની મેચોનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટની બીજી જ મેચ આ સમયે જોવા મળશે.

તારીખ (ભારતીય દિવસ)

ગ્રૂપ

મેચ (મુકાબલો)

સ્ટેડિયમ / શહેર

12 જૂન, શુક્રવાર

Group A

દક્ષિણ કોરિયા vs ચેકિયા

ઝાપોપાન સ્ટેડિયમ

15 જૂન, સોમવાર

Group F

સ્વીડન vs ટ્યુનિશિયા

ગ્વાડલાહારા સ્ટેડિયમ

18 જૂન, ગુરૂવાર

Group K

ઉઝબેકિસ્તાન vs કોલંબિયા

મેક્સિકો સિટી સ્ટેડિયમ

24 જૂન, બુધવાર

Group K

કોલંબિયા vs ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

ઝાપોપાન સ્ટેડિયમ

26 જૂન, શુક્રવાર

Group D

તુર્કી vs અમેરિકા (USA)

લોસ એન્જલસ સ્ટેડિયમ

26 જૂન, શુક્રવાર

Group D

પરાગ્વે vs ઓસ્ટ્રેલિયા

સાન્ટા ક્લેરા સ્ટેડિયમ

28 જૂન, રવિવાર

Group J

અલ્જીરિયા vs ઓસ્ટ્રિયા

કેન્સાસ સિટી સ્ટેડિયમ

28 જૂન, રવિવાર

Group J

જોર્ડન vs આર્જેન્ટિના

આર્લિંગ્ટન સ્ટેડિયમ

નોંધ: ભારતીય ફૂટબોલ પ્રેમીઓ માટે આ બંને ટાઈમ સ્લોટ વહેલી સવારના હોવાથી, આર્જેન્ટિના અને અમેરિકા જેવી લોકપ્રિય ટીમોની મેચો ચાની ચુસ્કી સાથે માણવા મળશે.

ગ્રૂપ સ્ટેજમાં દરેક ટીમ 3-3 મેચ રમશે

આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 48 ટીમોને 4-4ના એવા 12 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ ગ્રૂપ સ્ટેજમાં ત્રણ-ત્રણ મેચ રમશે, ત્યારબાદ દરેક ગ્રૂપમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમો સીધી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત, ત્રીજા સ્થાને રહેનારી 8 સર્વશ્રેષ્ઠ (વધુ પોઈન્ટ ધરાવતી) ટીમોને પણ આગળ વધવાની તક મળશે, જેનાથી નોકઆઉટ સ્ટેજમાં કુલ 32 ટીમો જગ્યા બનાવવામાં સફળ રહેશે. ‘રાઉન્ડ ઓફ 32’ (Round of 32) ની આ નવી શરૂઆતને કારણે, ફાઇનલમાં પહોંચનારી ટીમોએ હવે સાતને બદલે આઠ મેચ રમવી પડશે.

ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે ફિફા વર્લ્ડ કપના મુકાબલા?

આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 11 જૂન (ભારતીય સમય અનુસાર 12 જૂન) ના રોજ થશે, જ્યાં યજમાન મેક્સિકોનો સામનો મેક્સિકો સિટીના ઐતિહાસિક ‘એસ્ટાડિયો અઝટેકા’ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. બીજી તરફ, આ વર્લ્ડ કપનો મહામુકાબલો એટલે કે ફાઇનલ મેચ 19 જુલાઈએ ન્યૂયોર્ક ન્યૂજર્સીના ‘મેટલાઇફ સ્ટેડિયમ’ માં રમાશે, જ્યાં દુનિયાને આ સૌથી મોટા ફૂટબોલ વર્લ્ડ કપનો નવો ચેમ્પિયન મળશે.

ભારતીય ફૂટબોલ ચાહકોએ આ વર્લ્ડ કપની મેચો જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે. ભારત અને યજમાન દેશોના ટાઈમ ઝોનમાં ઘણો તફાવત છે. આ જ કારણસર મોટાભાગની મેચો મોડી રાત્રે અને વહેલી સવારે રમાશે. ફૂટબોલ વર્લ્ડ કપના મોટાભાગના મુકાબલા ભારતીય સમય અનુસાર મુખ્યત્વે ચાર ટાઈમ સ્લોટમાં શરૂ થશે.

ભારતમાં મહત્તમ મેચોની શરૂઆત રાત્રે 12:30 વાગ્યે, રાત્રે 3:30 વાગ્યે અને વહેલી સવારે 6:30 વાગ્યે થશે. જ્યારે કેટલીક પસંદગીની મેચો સવારે 7:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર) શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ, જે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. તે 12 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે અંદાજે 12:30 વાગ્યે શરૂ થશે.

નવો ફોર્મેટ અને ટીમો

આ વર્ષથી વર્લ્ડ કપના ફોર્મેટમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે:

  • 48 ટીમો: અત્યાર સુધી વર્લ્ડ કપમાં 32 ટીમો રમતી હતી. પરંતુ આ વખતે રેકોર્ડ 48 દેશોની ટીમો ભાગ લઈ રહી છે.

  • ગ્રૂપ સ્ટેજ રચના: તમામ 48 ટીમોને 12 ગ્રૂપ (Group A થી L) માં વહેંચવામાં આવી છે. અને દરેક ગ્રૂપમાં 4 ટીમો છે.

  • નવો નોકઆઉટ સ્ટેજ: દરેક ગ્રૂપની ટોચની બે ટીમો અને ત્રીજા સ્થાને રહેલી 8 સર્વશ્રેષ્ઠ ટીમો સીધી રાઉન્ડ ઓફ 32′ (નોકઆઉટ સ્ટેજ) માટે ક્વોલિફાય થશે. આથી ચેમ્પિયન બનવા માટે ટીમે 7 ના બદલે 8 મેચ રમવી પડશે.

ગ્રૂપ સ્ટેજની વહેંચણી (Groups)

ગ્રૂપ

ટીમો

Group A

મેક્સિકો, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, ચેકિયા

Group B

કેનેડા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કતાર, સ્વિટ્ઝર્લેન્ડ

Group C

બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કોટલેન્ડ

Group D

અમેરિકા, પરાગ્વે, ઓસ્ટ્રેલિયા, તુર્કી

Group E

જર્મની, આઇવરી કોસ્ટ, ઇક્વાડોર, કુરાકાઓ

Group F

નેધરલેન્ડ, જાપાન, સ્વીડન, ટ્યુનિશિયા

Group G

બેલ્જિયમ, ઇજિપ્ત, ઇરાન, ન્યુઝીલેન્ડ

Group H

સ્પેન, ઉરુગ્વે, સાઉદી અરેબિયા, કેપ વર્ડે

Group I

ફ્રાન્સ, સેનેગલ, નોર્વે, ઇરાક

Group J

આર્જેન્ટિના, અલ્જીરિયા, ઓસ્ટ્રિયા, જોર્ડન

Group K

પોર્ટુગલ, કોલંબિયા, ઉઝબેકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

Group L

ઇંગ્લેન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા

સ્ટેડિયમ અને શહેરો

આ ટૂર્નામેન્ટ ઉત્તર અમેરિકાના કુલ 16 શહેરોમાં રમાશે:

  • અમેરિકા (11 શહેરો): લોસ એન્જલસ, મિયામી, એટલાન્ટા, સિએટલ, હ્યુસ્ટન, ફિલાડેલ્ફિયા, કેન્સાસ સિટી, બોસ્ટન, ડલાસ, સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક/ન્યૂજર્સી.

  • મેક્સિકો (3 શહેરો): મેક્સિકો સિટી, ગ્વાડલાહારા અને મોન્ટેરે.

  • કેનેડા (2 શહેરો): ટોરોન્ટો અને વાનકુવર.

ઓપનિંગ અને ફાઇનલ મેચ

  • ઓપનિંગ મેચ: 11 જૂન 2026 ના રોજ મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો અઝટેકા (Mexico City Stadium) ખાતે રમાશે. જેમાં મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા આમને-સામને થશે.

  • ફાઇનલ મેચ: 19 જુલાઈ 2026 ના રોજ ન્યૂયોર્ક ન્યૂજર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ (New York New Jersey Stadium) માં રમાશે.

ટૂર્નામેન્ટનું શિડ્યુઅલ (રાઉન્ડ વાઇઝ)

  • ગ્રૂપ સ્ટેજ: 11 જૂન થી 27 જૂન, 2026

  • રાઉન્ડ ઓફ 32 (નોકઆઉટ): 28 જૂન થી 3 જુલાઈ, 2026

  • રાઉન્ડ ઓફ 16: 4 જુલાઈ થી 7 જુલાઈ, 2026

  • ક્વાર્ટર-ફાઇનલ: 9 જુલાઈ થી 11 જુલાઈ, 2026

  • સેમી-ફાઇનલ: 14 જુલાઈ થી 15 જુલાઈ, 2026

  • ત્રીજા સ્થાન માટેની મેચ: 18 જુલાઈ, 2026

  • ફાઇનલ મેચ: 19 જુલાઈ, 2026

  • નોંધનીય છે કે, ભારતની ફૂટબોલ ટીમ આ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નથી. જેના કારણે ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE