અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ભંડાફોડ..ડુપ્લીકેટ સિગારેટ, અમુલ-સાગર ઘી સહિત ઘરેલુ વસ્તુઓનો જથ્થો ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાંદલોડીયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી ડુપ્લીકેટ સિગારેટ, અમુલ-સાગર ઘી સહિત વિવિધ જાણીતી કંપનીઓના નકલી પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજે રૂ. 20.26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ગોલ્ડ ફ્લેક અને માલબોરો બ્રાન્ડની ડુપ્લીકેટ સિગારેટનું વેચાણ કરી રહ્યા છે. પોલીસે કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિ સાથે સંપર્ક કરી ડમી ગ્રાહક મારફતે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સોલા ભાગવત વિદ્યાપીઠ સામે જાહેર રોડ પરથી હ્યુન્ડાઈ ઇઓન કારમાં ફરી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન કારમાંથી ડુપ્લીકેટ સિગારેટ ઉપરાંત અમુલ ઘી, સાગર ઘી, વાઘ બકરી ચા, એવરેસ્ટ મસાલા, ફેવીક્વીક, સફલ એક્સેલ પાઉડર, ઇનો ફૂડ સોલ્ટ સહિત અનેક જાણીતી બ્રાન્ડના નકલી પ્રોડક્ટ્સ મળી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તબક્કે રૂ. 3.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થતાં ગોતા રેલવે બ્રિજ નજીક આવેલા બે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રૂ. 15 લાખથી વધુનો નકલી માલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ નકલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ક્યાં અને કોના દ્વારા કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરી છે.પોલીસે અરુણકુમાર રાકેશભાઈ ગુપ્તા, સચીન રાકેશભાઈ ગુપ્તા અને સુજીત રાજારામ પોદ્દાર નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરાયેલા મુદ્દામાલમાં ગોલ્ડ ફ્લેક અને માલબોરો સિગારેટના હજારો પેકેટ, વાઘ બકરી ચાના પેકેટ્સ, એવરેસ્ટ મસાલા, અમુલ અને સાગર ઘીના પાઉચ, ફેવીક્વીક, જલારામ મસાલા, નેસકેફે કોફી, તાનસેન મસાલા-તમાકુ અને જશવંત છાપ બીડી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE