કાન્સ 2026: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન, એવોર્ડ મામલે ભારતના હાથ રહ્યા ખાલી; છેલ્લા દિવસે રેડ કાર્પેટ પર ઐશ્વર્યા છવાઈ ગઈ

ફ્રાન્સના કાન્સ શહેરમા દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે.ત્યારે આ વર્ષે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 નું ધમાકેદાર આયોજન થયું હતું અને શનિવારે મોડી રાત્રે તેનું સમાપન થઈ ગયું છે. ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર છેલ્લા દિવસે બોલિવૂડ ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો અને તે આખી ઇવેન્ટમાં છવાઈ ગઈ હતી. જોકે, દુઃખદ વાત એ છે કે આ વખતે એવોર્ડ મામલે ભારતના હાથ ખાલી રહ્યા છે અને એક પણ ભારતીય ફિલ્મને એવોર્ડ મળ્યો નથી.

મેઈન કોમ્પિટિશનમાં ભારતની ગેરહાજરી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને મોટાભાગના લોકો માત્ર રેડ કાર્પેટ અને ગ્લેમર સાથે જોડીને જુએ છે, પરંતુ વાસ્તવમાં આ ફેસ્ટિવલ દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મોને બિરદાવવા માટે આયોજિત થાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ-અલગ કેટેગરી હોય છે જેમાં ફિલ્મોની પસંદગી થાય છે.

સૌથી પ્રીમિયમ કેટેગરી: ‘મેઈન કોમ્પિટિશન’ આ ફેસ્ટિવલનું સૌથી મુખ્ય સેક્શન છે, જેમાં દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મને ‘સર્વશ્રેષ્ઠ ફિલ્મ’નો એવોર્ડ (પામ ડી’ઓર) મળે છે.

વર્ષ 2026 ની સ્થિતિ: આ વર્ષે આ સેક્શન માટે 22 ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ અફસોસની વાત એ છે કે તેમાં એક પણ ભારતીય ફિલ્મનો સમાવેશ થઈ શક્યો નથી.

જો ભૂતકાળની વાત કરીએ તો, વર્ષ 2024 માં લાંબા સમયના ઇંતેજાર પછી પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ ની પસંદગી મેઈન કોમ્પિટિશન માટે થઈ હતી અને આ ફિલ્મે ‘ગ્રાન્ડ પ્રીક્સ’ એવોર્ડ જીતીને ઇતિહાસ સર્જી દીધો હતો. તે પહેલાં 1994 માં શાજી એન. કરુણની ફિલ્મ ‘સ્વાહમ’ આ કેટેગરી સુધી પહોંચી હતી. જોકે, 2026માં ભારત આ મામલે પાછળ રહી ગયું છે.

અન્ય કેટેગરીમાં આ ભારતીય ફિલ્મો પહોંચી

ભલે આ વર્ષે મેઈન કેટેગરીમાં ભારતની ફિલ્મો ન હતી, પરંતુ ‘કાન્સ ક્લાસિક્સ’, ‘લા સિનેફ’ અને ‘માર્કેટ સેક્શન’ જેવી અન્ય કેટેગરીમાં ભારતીય ફિલ્મોએ પોતાની હાજરી નોંધાવી હતી:

લા સિનેફ સેક્શન: પંજાબી ફિલ્મ ‘શૈડોઝ ઓફ મૂનલેસ નાઈટ’

કાન્સ ક્લાસિક્સ કેટેગરી: ક્લાસિક મલયાલમ ફિલ્મ ‘અમ્મા અરિયાન’

અન્ય ફિલ્મો: ‘સિતંબર 21’ અને ‘ચઢદીકલા’ જેવી ફિલ્મો પણ કાન્સ 2026 ના અલગ-અલગ સેક્શન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

કાન્સના ઇતિહાસમાં ભારતની સુવર્ણ સફર

ભૂતકાળમાં ઘણી ભારતીય ફિલ્મોએ કાન્સ ફેસ્ટિવલમાં જઈને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે:

વર્ષ ફિલ્મનું નામ ડાયરેક્ટર મળેલ એવોર્ડ/સિદ્ધિ

1946 નીચા નગર ચેતન આનંદ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ (Grand Prix)

1954 દો બીઘા જમીન બિમલ રોય ઈંટરનેશનલ પ્રાઈઝ

1956 પાથેર પાંચાલી સત્યજીત રે બેસ્ટ હ્યૂમન ડોક્યૂમેંટ એવોર્ડ

1988 સલામ બોમ્બે મીરા નાયર કેમેરા ડી ઓર (Caméra d’Or)

2024 ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ પાયલ કાપડિયા ગ્રાન્ડ પ્રીક્સ (Grand Prix)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE