અમેરિકામાં અદાણી ગ્રુપ સામે ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના કેસો હવે સમેટાઈ રહ્યા હોય તેવું જણાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણી પરના આરોપો પાછા ખેંચવા માટે એક મોટું સેટલમેન્ટ આકાર લઈ રહ્યું છે.
મુખ્ય વિગતો:
કેસની પૃષ્ઠભૂમિ: SEC (અમેરિકન રેગ્યુલેટર) એ આરોપ લગાવ્યો હતો કે, અદાણી ગ્રુપે ભારતમાં સોલર પ્રોજેક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપી હતી. અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી.
દંડ અને શરતો: સેટલમેન્ટ હેઠળ ગૌતમ અદાણી $60 લાખ અને સાગર અદાણી $1.20 કરોડનો દંડ ચૂકવશે. જોકે, તેઓ પોતાનો ગુનો સ્વીકારશે નહીં.
ટ્રમ્પ સરકાર અને FCPA: અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ, ટ્રમ્પ સરકારે ‘ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ’ (FCPA) પર રોક લગાવી દીધી છે. જેનાથી અદાણી સામેનો કેસ નબળો પડ્યો છે.
$10 અબજની ઓફર અને હાઈ-પ્રોફાઈલ મિટિંગ:
-
રોકાણનો પ્રસ્તાવ: એપ્રિલ 2026માં અદાણીની લીગલ ટીમે વોશિંગ્ટનમાં દરખાસ્ત મૂકી કે જો કેસ ખતમ કરવામાં આવે, તો અદાણી ગ્રુપ અમેરિકામાં $10 અબજ (આશરે ₹90,000 કરોડ) નું રોકાણ કરશે.
-
રોજગારી: આ રોકાણ દ્વારા અમેરિકામાં 15,000 નવી નોકરીઓ ઉભી કરવાનું વચન અપાયું છે.
-
ટ્રમ્પના વકીલની ભૂમિકા: આ કેસમાં ગૌતમ અદાણીનું પ્રતિનિધિત્વ રોબર્ટ જે. ગિફ્રા જુનિયર કરી રહ્યા છે. જેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ છે.
-
100 સ્લાઇડનું પ્રેઝન્ટેશન: મિટિંગમાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં દલીલ કરવામાં આવી હતી કે, અમેરિકા પાસે આ કેસ ચલાવવાનો અધિકાર નથી.સાથે જ છેલ્લી સ્લાઇડ્સમાં રોકાણની મોટી ઓફર રજૂ કરવામાં આવી હતી.
અમેરિકન સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કહ્યું છે કે, રોકાણની ઓફરની કેસ પર કોઈ અસર નહીં પડે, પરંતુ રિપોર્ટ્સ મુજબ આ બેઠક બાદ અદાણી પરથી ક્રિમિનલ ચાર્જ હટાવવાની પ્રક્રિયા વેગવંતી બની છે. અદાણી ગ્રુપનું લક્ષ્ય 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાનું છે.
Post Views: 50










