કંપનીઓ રિચાર્જના ભાવ વધારે છે પણ સુવિધામાં ‘મીંડું’: બોડેલીમાં નેટવર્કની સમસ્યાથી લોકો પરેશાન.

બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં જિયો અને વોડાફોન (Vi) કંપનીના મોબાઈલ નેટવર્કમાં વારંવાર ખલેલ સર્જાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી નેટવર્ક ન મળવું, કોલ ડ્રોપ થવી તેમજ ઈન્ટરનેટ ધીમું ચાલવાની સમસ્યાઓ વધતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.

વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઓનલાઈન કામકાજ કરતા લોકો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. ઓનલાઈન પેમેન્ટ, સરકારી સેવાઓ તેમજ જરૂરી ફોન કોલ કરવામાં પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ જતું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.

સ્થાનિક લોકોએ જિયો તથા વોડાફોન કંપની દ્વારા તાત્કાલિક ટેક્નિકલ ખામી દૂર કરી નેટવર્ક સેવા સુધારવાની માંગ કરી છે.

રીપોર્ટર: અંજુમ ખત્રી,છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE