મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો: હોર્મુઝ પર ગોળીબારથી સીઝફાયર સંકટમાં, શું બોલ્યા ઈરાની મંત્રી?

મિડલ ઈસ્ટમાં એકવાર ફરી યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે…સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સોમવારે અમેરિકી સેના અને ઈરાન વચ્ચે થયેલા ભીષણ ગોળીબારે વિશ્વની ચિંતા વધારી દીધી છે…આ ઘટના બાદ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધવિરામ (સીઝફાયર) તૂટવાનું જોખમ ઊભું થયું છે.

અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા અમેરિકી ધ્વજ ધરાવતા બે જહાજોને ઈરાની હુમલાઓથી બચાવવા માટે વળતો જવાબ આપવામાં આવ્યો હતો..બીજી તરફ,રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટો દાવો કરતા જણાવ્યું કે, આ અથડામણમાં અમેરિકાએ ઈરાનની સાત સૈન્ય નૌકાઓને ડૂબાડી દીધી છે…અમેરિકાએ આને જહાજોની સુરક્ષા માટે કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી છે.

ઈરાનનો પલટવાર અને તેલ સંકટ

અમેરિકાના દાવાઓ વચ્ચે ઈરાને પણ કડક વલણ અપનાવ્યું છે. વળતી કાર્યવાહીમાં યુએઈ (UAE) ના ફુજૈરા સ્થિત તેલ પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો.યુએઈના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી 12 બેલેસ્ટિક મિસાઈલ, 3 ક્રૂઝ મિસાઈલ અને 4 ડ્રોન છોડવામાં આવ્યા હતા. જોકે, યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે..યુએઈએ આને યુદ્ધની શરૂઆતનો સંકેત ગણાવતા કહ્યું છે કે,, હવે તે વળતી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

બજારમાં મચી દોડધામ

આ ટકરાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 5% નો ઉછાળો આવ્યો છે અને તે 90 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગઈ છે. બીજી તરફ, અમેરિકી શેરબજાર ‘ડાઉ જોન્સ’ 2% સુધી ગગડ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે,, જો સ્થિતિ જલ્દી નહીં સુધરે, તો વૈશ્વિક ઉર્જા પુરવઠો ઠપ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE