ભારતીય લોકશાહીની સૌથી મોટી તાકાત એ છે કે તે એક સામાન્ય નાગરિકના સપનાઓને પણ વાસ્તવિકતાની પાંખો આપે છે…પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઓસગ્રામ (SC) બેઠક પરથી આવેલું પરિણામ આ વાતની જીવંત સાબિતી છે…ભાજપના નવનિર્વાચિત ધારાસભ્ય કલિતા માજીની જીવનગાથા કોઈ ફિલ્મી પટકથા જેવી પ્રેરણાદાયી છે..જે હાથ ગઈકાલ સુધી ગુજરાન ચલાવવા અન્યના ઘરોમાં વાસણ માંજતા હતા..આજે તે જ હાથોમાં જનતાએ પોતાની કિસ્મતની ચાવી સોંપી છે.
₹2,500ની માસિક આવક અને આકાશ જેવડું મનોબળ
રાજકારણના શિખર સુધી પહોંચતા પહેલા કલિતા માજી છેલ્લા 20 વર્ષથી ઘરેલું કામદાર (Domestic Worker) તરીકે કાર્યરત હતા..તેઓ 3-4 ઘરોમાં સાફ-સફાઈ અને વાસણ માંજવાનું કામ કરીને મહિને માંડ ₹2,500 જેવી મામૂલી રકમ કમાતા હતા.આ સીમિત આવકમાંથી જ તેઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા…તેમની પાસે નહોતું આર્થિક પીઠબળ કે નહોતી કોઈ મોટી ઓળખ હતી તો માત્ર જનતા પ્રત્યેની અતૂટ નિષ્ઠા.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
કલિતા માજીની રાજકીય સફર પાયાના સ્તરથી શરૂ થઈ છે:
-
નિષ્ઠાવાન કાર્યકર: છેલ્લા 10 વર્ષથી સક્રિય રાજકારણમાં રહીને તેમણે એક સામાન્ય બૂથ-લેવલ કાર્યકર તરીકે પાયાનું કામ કર્યું.
-
હાર છતાં અડગ: વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ લડ્યા હતા, પરંતુ ત્યારે 12,000 મતોથી પરાજય થયો હતો.
-
લોકસંપર્ક: હારથી નિરાશ થયા વગર તેમણે મેદાન છોડ્યું નહીં અને સતત લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળતા રહ્યા.
ઐતિહાસિક વિજય અને પ્રચંડ જનમત
વર્ષ 2026ની આ ચૂંટણીમાં કલિતા માજીએ 1,07,692 મતો મેળવીને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્યામા પ્રસન્ના લાહોરને 12,535 મતોના અંતરથી હરાવીને ઇતિહાસ રચ્યો છે.
“આ જીત દર્શાવે છે કે જો જનતાનો સાથ અને નેતાની પ્રામાણિકતા હોય, તો ગરીબી ક્યારેય સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.”
ઓસગ્રામની જનતાએ એક એવા પ્રતિનિધિને પસંદ કર્યા છે જે તેમની વચ્ચે રહીને તેમના જેવું જ સામાન્ય જીવન જીવે છે..કલિતા માજીની આ સફળતા આજે દેશભરના કરોડો સામાન્ય નાગરિકો માટે આશા અને પ્રેરણાનો સ્ત્રોત બની છે.
Post Views: 138











