શશિ થરૂર જે હસીનાની તસવીરો ખેંચવામાં વ્યસ્ત હતા તે કોણ છે? તેની કજરારી આંખોએ ચાહકોને કર્યા ઘાયલ

સોમવારની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સત્તાવાર સ્ટેટ ડિનર દરમિયાન રાજકારણ અને મનોરંજન જગતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ ભવ્ય કાર્યક્રમની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.જેમાં તેઓ દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયંકા મોહન અને પ્રખ્યાત કે-પોપ ગાયક ઓરા (Aoora) ને મળતા જોવા મળે છે. થરૂરે આ અનુભવને અત્યંત સુખદ ગણાવતા એક સુંદર સંદેશ પણ લખ્યો હતો. હવે આ તસવીરો વાયરલ થઈ રહી છે અને લોકો શશિ થરૂર સાથે જોવા મળેલી આ અભિનેત્રી વિશે જાણવા માટે ઉત્સુક છે.

 

હકીકતમાં, શશિ થરૂર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં આમંત્રિત હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોરિયાના વિદેશ મંત્રી અને તેમના જૂના મિત્ર ચો હ્યુન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. થરૂરે આ પ્રસંગને રાજદ્વારી સંબંધો અને મિત્રતાનું મિલન ગણાવ્યું હતું. તેમણે પોતાના એક્સ (X) હેન્ડલ પર જણાવ્યું કે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાથે લાંબી વાતચીત બાદ પરત ફરતી વખતે તેમની મુલાકાત બે અણધારી હસ્તીઓ સાથે થઈ હતી…કોરિયન સંદર્ભને ધ્યાનમાં રાખીને તેમણે ફિલ્મ ‘મેડ ઇન કોરિયા’ની અભિનેત્રી પ્રિયંકા મોહન અને હવે ભારતને પોતાનું ઘર બનાવી ચૂકેલા કે-પોપ સ્ટાર ઓરાને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો.

તસવીરોમાં પ્રિયંકા મોહન અને થરૂર એકસાથે સેલ્ફી લેતા અને વાતચીત કરતા જોઈ શકાય છે. સૌથી રસપ્રદ વાત એ રહી કે પ્રિયંકાનો એક સુંદર ફોટો ખુદ શશિ થરૂરે ક્લિક કર્યો હતો..પ્રિયંકાએ આ ક્ષણને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરતા થરૂરનો આભાર માન્યો હતો. તેણે લખ્યું કે, થરૂરને મળવું તેના માટે સન્માનની વાત હતી અને તેણે માત્ર વાતચીતનો આનંદ જ નથી માણ્યો..પરંતુ તેમના દ્વારા ખેંચવામાં આવેલી તસવીર માટે તે વિશેષ આભારી છે.

પ્રિયંકા અરુલ મોહન, જેમને મુખ્યત્વે પ્રિયંકા મોહન તરીકે ઓળખવામાં આવે છે.તેઓ ભારતીય સિનેમાની એક ઉભરતી લોકપ્રિય અભિનેત્રી છે.તેમનો જન્મ 1994માં ચેન્નાઈમાં થયો હતો અને તેમણે કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. પ્રિયંકાએ પોતાની અભિનય સફરની શરૂઆત વર્ષ 2019માં કન્નડ ફિલ્મ ‘ઓંદ કથે હેલ્લા’થી કરી હતી. પરંતુ તેમને મોટી ઓળખ તેલુગુ ફિલ્મ ‘ગેંગ લીડર’થી મળી હતી. તમિલ સિનેમામાં તેમની શરૂઆત ધમાકેદાર રહી અને ‘ડોક્ટર’, ‘ડોન’ અને ‘કેપ્ટન મિલર’ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષ 2025માં તેમણે પવન કલ્યાણ સાથે તેલુગુ ફિલ્મ ‘OG’ માં પણ કામ કર્યું હતું. જે ખૂબ ચર્ચામાં રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE