મધ્ય પૂર્વ (Middle East) માં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે વિશ્વના રસોડા સુધી પહોંચી ગઈ છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા જતા તણાવને કારણે વૈશ્વિક તેલ સંકટ (Global Oil Crisis) વધુ ઘેરું બન્યું છે. ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) બંધ થવાની આશંકાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા એશિયાઈ દેશોની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના તાજેતરના અહેવાલ મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.
વૈશ્વિક ખાદ્ય મોંઘવારીમાં મોટો ઉછાળો
તાજેતરના ડેટા અનુસાર, માર્ચ 2026 માં વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ સપ્ટેમ્બર 2025 પછીના સૌથી ઉચ્ચ સ્તરે નોંધાયા છે. FAO ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ માર્ચ મહિનામાં સરેરાશ 128.5 પોઈન્ટ રહ્યો હતો, જે ફેબ્રુઆરીની સરખામણીએ 2.4% નો વધારો દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય ભાવ વધારો સૂચવે છે કે આગામી મહિનાઓમાં સામાન્ય જનતાના કરિયાણા અને ભોજનના બિલમાં મોટો વધારો થઈ શકે છે.
મોંઘા તેલને કારણે અનાજ પણ મોંઘું થયું
FAO ના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરો (Maximo Torero) એ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવને કારણે પરિવહન (Transportation) અને ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે.
-
ખાદ્ય તેલમાં ઉછાળો: બાયોફ્યુઅલની વધતી માંગને કારણે વનસ્પતિ તેલના ભાવમાં માસિક 1% અને વાર્ષિક 13.2% નો તોતિંગ વધારો થયો છે.
-
ખેતી પર અસર: ખાતરોના ભાવ વધવાથી ખેડૂતો માટે વાવણી કરવી અત્યંત મોંઘી બની છે. જેની સીધી અસર બજારમાં અનાજના ભાવ પર જોવા મળશે.
અર્થશાસ્ત્રીની ગંભીર ચેતવણી
મેક્સિમો ટોરેરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ યુદ્ધ 40 દિવસથી વધુ ચાલશે, તો તેની વાસ્તવિક અને ભયાનક અસરો આગામી છ મહિના પછી જોવા મળશે. ખેડૂતો ખર્ચ ઘટાડવા માટે ખાતરનો ઉપયોગ ઓછો કરી શકે છે અથવા રોકડિયા પાક તરફ વળી શકે છે.જેનાથી વિશ્વના કુલ અનાજ ઉત્પાદન (Global Grain Output) માં મોટો ઘટાડો આવી શકે છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં 1.7% નો ઘટાડો થવાનો અંદાજ છે.
આ પણ વાંચો:
-
નાસિકમાં કાળજું કંપાવી દે તેવી ઘટના: કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 સભ્યોના મોત
-
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની હાર, હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સનો દબદબો
-
વૈશાખ મહિનાના પ્રથમ શનિવારે કરો આ અચૂક ઉપાયો, મળશે આર્થિક તંગીથી રાહત
Post Views: 67











