“હવે ગરવું ગુજરાત આસમાન આંબશે! તૈયાર થઈ જાવ, અમદાવાદની નવી ઓળખ ‘સિટી સ્ક્વેર’ સાથે ઊંચી ઉડાન ભરવા.”

અમદાવાદ હવે માત્ર હેરિટેજ સિટી નથી રહ્યું, તે હવે ‘ગ્લોબલ મેટ્રોપોલિટન’ બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે.જો તમે અત્યાર સુધી ન્યૂયોર્ક કે દુબઈની ગગનચુંબી ઈમારતો જોઈને અંજાઈ જતા હતા.. તો હવે તૈયાર થઈ જાવ! તમારા પોતાના શહેર અમદાવાદમાં, સિંધુ ભવન રોડ (SBR) પર ભારતનું સૌથી અનોખું અને ભવ્ય આઈકોનિક વર્ટિકલ સ્ટ્રક્ચર સિટી સ્ક્વેર’ આકાર લેવા જઈ રહ્યું છે. ₹592 કરોડના ખર્ચે બનનારો આ મેગા પ્રોજેક્ટ શહેરના નકશાને કાયમ માટે બદલી નાખશે.

પ્રોજેક્ટની ઝલક: આંકડા અને અદભૂત વાતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાકાર થનારો આ પ્રોજેક્ટ માત્ર એક બિલ્ડિંગ નથી.. પણ આધુનિક સ્થાપત્યની એક કવિતા છે.

  • ઊંચાઈ: 175 મીટર (લગભગ 50 માળ ઊંચો ટાવર)

  • વિસ્તાર: 13,000 ચોરસ મીટરની વિશાળ જગ્યા (ઓક્સિજન પાર્કની બાજુમાં)

  • કુલ ખર્ચ: આશરે ₹522 થી ₹592 કરોડ

  • સમયગાળો: આગામી 3 વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા

વાદળોની વચ્ચે સ્વાદનું સરનામું: 40 મીટરની ઊંચાઈએ ભવ્ય રેસ્ટોરન્ટ

કલ્પના કરો કે તમે જમીનથી 40 મીટર ઉપર હવામાં તરતા હોવ અને તમારી સામે શહેરનો આખો નજારો હોય!

  • ક્ષમતા: 900 લોકો એકસાથે બેસી શકે તેવી બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ.

  • ટેરેસ કાફે: ઉપરના ભાગે ખુલ્લા આકાશ નીચે 200 લોકો માટે સ્પેશિયલ કાફે, જ્યાં સાંજની કોફી અને ઠંડો પવન તમારી સાંજને યાદગાર બનાવી દેશે.

‘વોક-ઓન-ગ્લાસ’: હવામાં ચાલવાનો અનોખો રોમાંચ

એડવેન્ચર પ્રેમીઓ માટે આ ટાવરની ટોચ પર એટલે કે 175 મીટરની ઊંચાઈએ એક રોમાંચક સ્કાય વોક બનાવવામાં આવશે.

“તમારા પગ નીચે કાચ હશે અને કાચની નીચે 175 મીટરની ઊંડી ખીણ જેવો અહેસાસ!” આ ઓબ્ઝર્વેશન ગેલેરી પરથી આખું અમદાવાદ 360-ડિગ્રી ‘પેનોરોમિક વ્યુ’ માં જોઈ શકાશે. એકસાથે 75 સાહસિકો આ આકાશી સફરનો આનંદ માણી શકશે.

મનોરંજન અને સુવિધાઓનું હબ (Urban Plaza)

આ ટાવર માત્ર જોવાની ચીજ નથી, અહીં દરેક વયની વ્યક્તિ માટે કંઈક ખાસ છે:

  • એમ્ફીથિયેટર: 450 લોકોની ક્ષમતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉત્તમ સ્થળ.

  • સ્માર્ટ પાર્કિંગ: 3 લેવલનું ઊંડું બેઝમેન્ટ, જેમાં 410 કાર અને 1500 ટુ-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકશે.

  • આર્ટ અને શોપિંગ: કલા રસિકો માટે આર્ટ ગેલેરી અને શોપિંગ માટે પ્રીમિયમ સ્ટોર્સ.

  • લેન્ડસ્કેપ ગાર્ડન: ગ્રાઉન્ડ ફ્લોર પર સુંદર બગીચો અને સંગીતમય વોટર ફાઉન્ટેન.

  • ડિસ્પ્લે: ટાવરની દિવાલ પર 40 થી 175 મીટરની વિશાળ LED સ્ક્રીન જે રાત્રે શહેરને રોશનીથી ઝળહળતું કરી દેશે.

 સુરક્ષા સાથે બાંધછોડ નહીં!

પહેલા આ ટાવર 180 મીટરનો બનવાનો હતો, પરંતુ અમદાવાદ હવે સિસ્મિક ઝોન-4 (ભૂકંપ પ્રત્યે વધુ સંવેદનશીલ) માં આવતું હોવાથી, એન્જિનિયરોએ સુરક્ષાને પ્રાધાન્ય આપી ઊંચાઈમાં 5 મીટરનો ઘટાડો કર્યો છે. મજબૂતી અને સુરક્ષા આ પ્રોજેક્ટનો પાયો છે.

ટૂંક સમયમાં શરૂઆત…

10મી એપ્રિલથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે તે માત્ર અમદાવાદની જ નહીં પણ સમગ્ર ભારતની શાન બની જશે.

અમદાવાદીઓ, તૈયાર થઈ જાવ! હવે આકાશ તરફ જોવાનો સમય આવી ગયો છે, કારણ કે અમદાવાદ હવે આસમાન આંબવા સજ્જ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE