સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે..શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ગગડી ગયો છે.જ્યારે નિફ્ટી 22,600ના મહત્વપૂર્ણ સ્તરની નીચે ટ્રેડ કરી રહ્યો છે.બજારના આ ઘટાડામાં સૌથી મોટું યોગદાન બેન્કિંગ અને ઓટો સેક્ટરનું રહ્યું છે.
બેન્કોએ બજાર ડુબાડ્યું, મેટલ શેરોએ ટેકો આપ્યો
આજના કારોબારમાં બેન્કિંગ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.બજારની આ ‘સુનામી’ વચ્ચે માત્ર Hindalco અને ONGC જેવા મેટલ અને ઓઈલ સ્ટોક્સ જ લીલા નિશાનમાં (વધારા સાથે) ટકી રહ્યા છે. બીજી તરફ, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ 1.5%નો ઘટાડો નોંધાયો છે..જેના કારણે રિટેલ રોકાણકારોને મોટું નુકસાન થયું છે.
ACME Solar Holdings ચર્ચામાં
માર્કેટ ક્રેશ વચ્ચે એસીએમઈ સોલર હોલ્ડિંગ્સ (ACME Solar) સતત ચર્ચામાં છે…કંપનીને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI) રાજસ્થાન તરફથી 149.73 કરોડ રૂપિયાની કારણદર્શક નોટિસ (GST Demand Notice) મળી છે..આ ડિમાન્ડ એપ્રિલ 2021 થી માર્ચ 2025 ના સમયગાળા માટે છે.
જોકે, પોઝિટિવ સમાચાર એ છે કે,આ આંચકા છતાં કંપનીએ રાજસ્થાનના બીકાનેરમાં તેના BESS પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને સફળતાપૂર્વક શરૂ કરી દીધો છે. આ જ કારણ છે કે સમાચાર લખાયા ત્યાં સુધી શેર 0.15% ના નજીવા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
બજાર કેમ ગગડી રહ્યું છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બજારમાં ઘટાડા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:
-
ક્રૂડ ઓઈલની કિંમત: ઈરાન યુદ્ધના તણાવને કારણે કાચા તેલની કિંમતો પ્રતિ બેરલ $116 ને પાર પહોંચી ગઈ છે.
-
વિદેશી રોકાણકારોની વેચવાલી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા માર્ચ મહિનામાં $12 બિલિયનની રેકોર્ડબ્રેક વેચવાલી કરવામાં આવી છે, જેના કારણે બજારમાં ડરનો માહોલ છે.
Post Views: 0











