મંડે ટેસ્ટમાં રણવીર સિંહની ફિલ્મ અવ્વલ નંબરે પાસ, ‘પુષ્પા 2’ થી ‘ગદર 2’ સુધીના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર: ધ રિવન્જ બોક્સ ઓફિસ પર વાવાઝોડું બનીને ત્રાટકી છે. ફિલ્મને રિલીઝ થયે હજુ માત્ર પાંચ જ દિવસ થયા છે. અને તેણે અનેક મોટી ફિલ્મોના રેકોર્ડને ધૂળ ચટાડી દીધી છે.આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે માત્ર 5 દિવસમાં એવો આંકડો પાર કર્યો છે. જેણે સૌને ચોંકાવી દીધા છે.ભૂતકાળની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડીને રણવીર સિંહની ‘ધુરંધર 2’ દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે અને માત્ર 5 દિવસમાં 800 કરોડનો આંકડો વટાવી દીધો છે.

આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર પાર્ટ 2’ ઈદ, ઉગાડી અને ગુડી પડવા જેવા તહેવારો પર રિલીઝ થઈ હતી, જેનો આ ફિલ્મને પૂરો ફાયદો મળ્યો છે. ચાલો જાણીએ પાંચ દિવસમાં આ ફિલ્મે કેટલી કમાણી કરી છે.

ધુરંધર 2 નું બોક્સ ઓફિસ કલેક્શન

‘ધુરંધર 2: ધ રિવન્જ’ એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. આ પહેલા 18 માર્ચે પેઇડ પ્રીવ્યુ દ્વારા 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.19 માર્ચના રોજ, ફિલ્મના સત્તાવાર રિલીઝના દિવસે તેણે 102.55 કરોડની કમાણી કરી.શુક્રવારે કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને તે 80.72 કરોડ રહ્યો..પરંતુ વીકેન્ડ પર ફિલ્મે ફરી ઝડપ પકડી અને શનિવારે 113 કરોડ તથા રવિવારે 114.85 કરોડ રૂપિયાની કમાણી કરી.હવે ફિલ્મના પાંચમા દિવસના આંકડા પણ સામે આવ્યા છે.ઇન્ડસ્ટ્રી ટ્રેકર ‘સેકનિલ્ક’ (Sacnilk) મુજબ, ફિલ્મે પહેલા સોમવારે 65 કરોડનું તોતિંગ કલેક્શન કર્યું છે.

ધુરંધર 2 ની ધમાકેદાર કમાણી

સેકનિલ્ક અનુસાર, ‘ધુરંધર 2’ એ પાંચમા દિવસે (પહેલા સોમવારે) 20,382 શો દ્વારા 65.00 કરોડનું નેટ કલેક્શન કર્યું છે.આ સાથે ફિલ્મનું ઘરેલું કલેક્શન 619.76 કરોડ થઈ ગયું છે.વિશ્વભરમાં ફિલ્મે 210 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે.ફિલ્મનું કુલ કલેક્શન 829.76 કરોડ પર પહોંચી ગયું છે.

પુષ્પા 2 નો રેકોર્ડ તોડ્યો

પાંચમા દિવસની કમાણીની બાબતમાં ‘ધુરંધર 2’ એ અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ અને સની દેઓલની ‘ગદર 2’ ને પણ પાછળ છોડી દીધી છે. ‘પુષ્પા 2’ એ પાંચમા દિવસે 64.45 કરોડની કમાણી કરી હતી.જ્યારે ‘ધુરંધર 2’ એ 65 કરોડની કમાણી કરી છે. રણવીર સિંહની આ ફિલ્મ માત્ર 5 દિવસમાં 22 મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી ચૂકી છે.

એટલું જ નહીં, ‘ધુરંધર 2’ એવી પહેલી ફિલ્મ છે જેણે સતત 2 દિવસ સુધી 100+ કરોડનું કલેક્શન કર્યું છે અને એક જ ભાષામાં સતત ચાર દિવસ સુધી 75+ કરોડની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.

ક્યાં જોવી ‘ધુરંધર’?

‘ધુરંધર 2’ હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને તેને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.જો તમે હજુ સુધી ‘ધુરંધર પાર્ટ 1’ નથી જોઈ, તો પહેલા 5 ડિસેમ્બર 2025 ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર’ જોઈ લો, જેથી વાર્તા અને પાત્રો સમજી શકાય. આ ફિલ્મ હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.જ્યારે ‘ધુરંધર: ધ રિવન્જ’ થિયેટરો બાદ જિયો-હોટસ્ટાર (JioHotstar) પર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE