ગ્રીન કાર્ડના લાલચમાં રચાયું નકલી લૂંટનું નાટક: અમેરિકામાં 11 ભારતીયોની ધરપકડ!

અમેરિકામાં સ્થાયી થવાના મોહમાં 11 ભારતીય નાગરિકોએ એક એવો ‘શોર્ટકટ’ અપનાવ્યો કે હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. વિઝા મેળવવા માટે આ લોકોએ હથિયારના જોરે નકલી લૂંટનું તરકટ રચ્યું હોવાનું અમેરિકી તપાસ એજન્સીઓએ પકડી પાડ્યું છે.

શું છે સમગ્ર કૌભાંડ?

અમેરિકી સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે રહેતા આ ભારતીયોએ વિવિધ સ્ટોર્સમાં જાણી જોઈને ‘હથિયારબંધ લૂંટ’નું આયોજન કર્યું હતું. આ લૂંટ પાછળનો હેતુ ચોરી કરવાનો નહીં, પરંતુ પોતાને ગુનાનો ભોગ બનેલા વ્યક્તિ’ (Victim of Crime) તરીકે દર્શાવવાનો હતો.

‘U Visa’ મેળવવાની હતી આખી રમત

આ સમગ્ર ષડયંત્ર U Visa પ્રાપ્ત કરવા માટે રચવામાં આવ્યું હતું. અમેરિકામાં યુ-વિઝાના નિયમો કંઈક આવા છે:

  • કોને મળે છે? જે વિદેશી નાગરિકો અમેરિકામાં કોઈ ગંભીર ગુનાનો ભોગ બન્યા હોય, અથવા શારીરિક/માનસિક યાતના સહન કરી હોય અને પોલીસ તપાસમાં મદદરૂપ થયા હોય તેમને આ વિઝા મળે છે.

  • ફાયદો: આ વિઝા મળવાથી અમેરિકામાં કામ કરવાની પરવાનગી મળે છે અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણ) મેળવવાનો રસ્તો સાવ સરળ થઈ જાય છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

તપાસમાં બહાર આવ્યું કે, સ્ટોરના ક્લાર્ક તરીકે કામ કરતા લોકોએ જ આ લૂંટની યોજના બનાવી હતી.. જેથી તેઓ ઈમિગ્રેશન અરજીમાં પોતાને પીડિત તરીકે બતાવી શકે. જોકે, અમેરિકી સુરક્ષા એજન્સીઓએ લૂંટની પેટર્ન અને પુરાવાઓની તપાસ કરતા આ સમગ્ર મામલો વિઝા છેતરપિંડીનો હોવાનું ખુલ્લું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE