મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ ડ્રોન યુદ્ધની વચ્ચે ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટો ધડાકો કર્યો..બેંગલુરુના સ્ટાર્ટઅપ ‘ન્યૂસ્પેસ રિસર્ચ ટેક્નોલોજીસ’ (NRT) દ્વારા વિકસિત કરવામાં આવેલ ‘શેષનાગ-150’ ભારતનું એવું સ્વદેશી ‘સુદર્શન ચક્ર’ છે..જે દુશ્મનના અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમને પણ ગણતરીની સેકન્ડોમાં કબાટમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે.
આ માત્ર એક મશીન નથી..પરંતુ હજારો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનના કલેજાને ચીરી નાખનારું ‘સાયલન્ટ કિલર’ છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
-
મારક ક્ષમતા: 1000 કિલોમીટરની લાંબી રેન્જમાં સચોટ હુમલો.
-
સહનશક્તિ: સતત 5 કલાક સુધી આકાશમાં ઉડવાની ક્ષમતા.
-
વિસ્ફોટક ક્ષમતા: 40 કિલો જેટલો ઘાતક દારૂગોળો લઈ જવામાં સક્ષમ.
-
GPS વગર નેવિગેશન: આ ડ્રોનની સૌથી મોટી તાકાત તેનું ‘વિઝ્યુઅલ નેવિગેશન’ છે, જે તેને જામિંગથી બચાવે છે અને GPS વગર પણ ટાર્ગેટ સુધી પહોંચાડે છે.
શેષનાગ-150ની અસલી તાકાત તેની સ્વોર્મ એટેક (Swarm Attack) ટેકનોલોજી છે. જેમાં અનેક ડ્રોન એકસાથે ઝુંડમાં હુમલો કરે છે.
“જ્યારે આ ડ્રોનનો સમૂહ આકાશમાં નીકળે છે.. ત્યારે દુશ્મનની મોંઘીદાટ ડિફેન્સ સિસ્ટમ પણ તેને રોકવામાં નિષ્ફળ જાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છે.”
તેમાં વપરાયેલું ખાસ ‘મધર કોડ’ અલ્ગોરિધમ એન્જિન તેને અત્યંત બુદ્ધિશાળી બનાવે છે. આ સિસ્ટમ ન્યૂનતમ માનવીય દખલ સાથે જાતે જ લક્ષ્યને શોધીને તેને ખતમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
વિશ્વમાં અત્યારે ઈરાનના શાહેદ ડ્રોનની ચર્ચા છે.. પરંતુ ભારતનું શેષનાગ-150 તકનીકી રીતે તેનાથી પણ આગળ છે:
-
નો જામિંગ: અમેરિકી લ્યુકસ સ્ટારલિંક સેટેલાઇટ પર નિર્ભર છે. જ્યારે શેષનાગ વિઝ્યુઅલ નેવિગેશન વાપરે છે.. જેને હેક કે જામ કરવું અશક્ય છે.
-
ચોકસાઈ (Precision): શાહેદ ભલે લાંબી રેન્જ ધરાવે, પણ સચોટતા અને સ્વોર્મ ટેકનોલોજીમાં ‘શેષનાગ’ સર્વોપરી છે.
પાકિસ્તાન દ્વારા સરહદ પર કરવામાં આવતા સસ્તા ડ્રોન હુમલાઓના જવાબમાં ભારતે હવે ‘ક્વોન્ટિટી’ નહીં પણ ‘ક્વોલિટી’ પર ધ્યાન આપ્યું છે. ભારતે સાબિત કરી દીધું છે કે, હવે તે લાંબા અંતરના ડ્રોન યુદ્ધ માટે સંપૂર્ણ સજ્જ છે.આ ‘સસ્તા હત્યારાઓ’ ભવિષ્યના યુદ્ધમાં ગેમ-ચેન્જર સાબિત થશે અને ભારતીય સૈન્ય શક્તિને નવી ઊંચાઈ પર લઈ જશે.
Post Views: 0











