ઈરાનમાં ભયાનક તારાજી: મીનાબની કન્યા શાળા પર મિસાઈલ હુમલો, 85 નિર્દોષ વિદ્યાર્થીનીઓના મોત

ઈરાન પર ઈઝરાયલના ઝડપી હુમલા ચાલુ છે. દક્ષિણ ઈરાનના શહેર મીનાબમાં કન્યા શાળા પર મિસાઈલ હુમલો અત્યાર સુધીમાં 85 લોકોના મોતની પુષ્ટિ થઇ..ભોગ બનેલાઓમાં મોટાભાગની નિર્દોષ છોકરીઓ અને શાળાના કર્મચારીઓ છે. વર્ગો ચાલી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો.અચાનક થયેલા વિસ્ફોટથી શાળાની ઇમારત સંપૂર્ણપણે નાશ પામી હતી. જેમાં ઘણી વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.સ્થાનિકો અને રાહત ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ ઘણા લોકો પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા.

હુમલો કેવી રીતે થયો?

ઈરાની મીડિયા અનુસાર, મિસાઈલ સીધી શાળાની ઇમારત પર અથડાઈ હતી.જેના કારણે આસપાસના વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું…વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સંભળાયો હતો…ઈરાનનો દાવો છે કે હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો અને નાગરિકો અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યો હતો. સરકારી આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 85 લોકો મૃત્યુ પામ્યા છે. ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને ઘણાની હાલત ગંભીર છે.ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.ડોકટરો કહે છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

ઈરાનની કડક પ્રતિક્રિયા

ઈરાની સરકાર અને ન્યાયતંત્રએ આ હુમલાની સખત નિંદા કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળાઓ અને બાળકો પર હુમલો ગુનો છે.ઈરાને આ હુમલાનો કડક જવાબ આપવાની ચેતવણી આપી છે.ઈરાનનો આરોપ છે કે,અમેરિકા અને ઈઝરાયલ સતત તેના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલા અંગે અમેરિકા કે ઈઝરાયલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, બંને દેશોએ અગાઉ કહ્યું છે કે તેમના નિશાન ઈરાની લશ્કરી સ્થાપનો હતા, નાગરિકો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE