રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા હવે એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.સોના અને ચાંદીના ભાવ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી રહ્યા છે..ત્યારે રશિયામાં કાકડીના ભાવમાં અચાનક વધારો લોકો માટે નોંધપાત્ર સમસ્યાઓનું કારણ બની રહ્યો છે..કાકડીના ભાવમાં થયેલા વધારા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.લોકો તેને “નવું સોનું” કહી રહ્યા છે.
એક અહેવાલ મુજબ, દેશમાં કાકડીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ડિસેમ્બરથી બમણા થઈને લગભગ 300 રુબેલ્સ (રૂ.356) પ્રતિ કિલો થઈ ગયા છે. કેટલાક કાકડીઓ તેનાથી બે કે ત્રણ ગણા ભાવે વેચાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા રશિયનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોંઘા શાકભાજીના ફોટા પોસ્ટ કર્યા છે અને કાકડીઓની તુલના વૈભવી વસ્તુઓ સાથે કરવા માટે ડાર્ક હ્યુમરનો ઉપયોગ કરી રહ્યા છે.
અહેવાલ છે કે, ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કાકડીના ભાવ માંસ જેટલા મોંઘા થઈ ગયા હતા.ઘણા સુપરમાર્કેટમાં, કાકડીના ભાવ માંસ અને કેળા જેવા આયાતી ફળો જેવા અથવા તેનાથી પણ વધુ થઈ ગયા છે. આ મુદ્દો બજારમાંથી રાજકારણમાં છવાઈ ગયો છે.જસ્ટ રશિયા પાર્ટીના નેતા સેરગેઈ મીરોનોવે સરકાર પર નિશાન સાધ્યું છે.તેમણે મોસમી પરિબળોનો ઉલ્લેખ કરીને સરકારના નિવેદનની ટીકા કરી હતી.અને કહ્યું કે,લોકો મૂળભૂત ખોરાક પણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે અસ્વીકાર્ય છે.
Post Views: 0











