6ઠ્ઠી વાર ભારત બન્યું ‘વર્લ્ડ ચેમ્પિયન’: રનના માર્જિનનો નવો રેકોર્ડ અને અદભૂત વિજય!”

ભારતે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું.આ ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ છઠ્ઠો ખિતાબ છે.આ પહેલા ભારતે 2000,2008, 2012, 2018 અને 2022૨માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.ભારતે ઇંગ્લેન્ડ માટે 412 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ટીમ ઇન્ડિયા માટે વૈભવ સૂર્યવંશી ફાઇનલનો સ્ટાર રહ્યો.તેણે 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ રમી.આ દરમિયાન, ઇંગ્લેન્ડ માટે કેલેબ ફોકનરે સદી ફટકારી. પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.ફોકનરે 67 બોલમાં 115 રનની ઇનિંગ રમી.100 રનની જીત એ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત છે.આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે 2024માં ભારતને 79 રનથી હરાવ્યું હતું. 411 રનનો સ્કોર અંડર-19 વર્લ્ડ કપ અને અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલ બંનેમાં સૌથી વધુ સ્કોર હતો. ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોરનો ઇંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો હતો. ઇંગ્લેન્ડે તે જ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે છ વિકેટે ૪૦૪ રન બનાવ્યા હતા.

ભારત અંડર-19 વર્લ્ડ કપ પ્લેઓફ મેચમાં 350 થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની હતી.આ પહેલા ભારતે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.2016ના ક્વાર્ટર ફાઇનલમાં ભારતે નામિબિયા સામે 349/6 રન બનાવ્યા હતા. જેમાં ઋષભ પંતે 96 બોલમાં 111 રન બનાવ્યા હતા.અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં અગાઉનો સૌથી વધુ સ્કોર ઓસ્ટ્રેલિયાનો 253/7 હતો.. જે તેણે 2024માં ભારત સામે બનાવ્યો હતો.ભારતે આ વખતે આ રેકોર્ડને તોડી નાખ્યો.. અંડર-19 વર્લ્ડ કપમાં આ ભારતનો ત્રીજો 400+ સ્કોર છે..રસપ્રદ વાત એ છે કે, આ ટુર્નામેન્ટમાં વિશ્વની અન્ય કોઈ ટીમ 400 રનના આંકડે એક કરતા વધુ વખત પહોંચી શકી નથી.

Leave a Comment

READ MORE

READ MORE