🛑 ફોરેક્સ ટ્રેડિંગના નામે 13.30 લાખની ઓનલાઈન ઠગાઈ – રાજકોટના યુવક સાથે ‘બમ્પી એપ’ પર થયેલી ઓળખથી શરૂ થયો ફ્રોડ
રાજકોટ:
સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકો સાથે દોસ્તી કરે બાદમાં તેમને રોકાણના નમૂનાઓ બતાવીને મોટી ઠગાઈ કરતી ગેંગ સક્રિય હોવાનું ફરી એક કિસ્સો બહાર આવ્યો છે.
રાજકોટના રવી જગદીશભાઈ વીરપરિયા (ઉ.વ. 36) રહે. શીવધામ સોસાયટી, કોઠારિયા મેઈન રોડએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 13.30 લાખથી વધુની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પ્રમાણે, રવીભાઈએ ફેબ્રુઆરી 2025માં ‘બમ્પી’ નામની ડેટિંગ એપ્લિકેશન પર એક એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યાં શ્રુતિ શર્મા નામની વ્યક્તિ સાથે ઓળખ થયા બાદ ટેલીગ્રામ ચેનલ મારફતે સંપર્ક વધ્યો. ત્યારબાદ તેમને “ફોરેક્ષ ટ્રેડિંગમાં ઉંચા રિટર્ન” આપવાના લાલચ સાથે “SPREDX” નામની વેબસાઇટ (https://www.spreagvip.com) પર એકાઉન્ટ ખોલાવીને વિવિધ બેંક એકાઉન્ટમાં હપ્તાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.
આ રીતે કુલ રૂપિયા ₹13,30,520/- હસ્તાંતર કરવામાં આવ્યાં:
₹4,00,000 – ટોપલેન એન્ટરપ્રાઇઝના IDFC બેન્ક ખાતામાં
₹4,59,980 – જેનીથ લોજીસ્ટિકના બંધન બેન્ક ખાતામાં
₹90,000 – B.B. & Sons ના ખાતામાં
₹3,30,540 – Lakas Enterpriseના ખાતામાં
₹50,000 – રોકડ જમા કરીને
આ તમામ રકમ ટ્રાન્સફર કર્યા બાદ વિવાદાસ્પદ વેબસાઇટ બંધ થઇ ગઈ અને આરોપીઓ દ્વારા કોઈ સંપર્ક ન થતાં ફરીયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી હતી, જેને હવે ગુનાહિત તપાસ માટે પોલીસ કેસ તરીકે નોંધવામાં આવ્યો છે.
ગુજરાત પેનલ કોડની કલમ BNS 316(2), 318(4) અને IT Act 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી જાણવા મળે છે કે ડિજિટલ જગતમાં લોકો કેવી રીતે મોટો ભોગ બને છે અને અજાણી વ્યક્તિઓ સાથે ફાઇનાન્સિયલ ડીલ કરતી વખતે કઈ કડક સાવચેતી રાખવી જોઈએ.
🕵♀ તપાસનો ચાર્જ:
સાયબર ક્રાઈમ PSI એસ.વી. ભાયાણીની ચાંપતી દેખરેખ હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.