📍 ચોટીલા પોલીસ સ્ટેશનના 5 કર્મચારીઓ સસ્પેન્ડ – PI વલવી સહિતની કામગીરી સામે સખત કાર્યવાહી
ચોટીલા:
SMC દ્વારા કરવામાં આવેલી કામગીરીના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડ્યા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના કુલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં PI આઈ.બી. વલવી સહિત અન્ય કર્મચારીઓ પણ સજામાં આવ્યાં છે.
સસ્પેન્ડ કરાયેલા અન્ય પોલીસ કર્મચારીઓમાં નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે:
🔸 UHC છગનભાઈ માયાભાઈ ગમારા
🔸 APC હિતેશભાઈ ગોરધનભાઈ
🔸 UPC ભરતભાઈ રણુભાઈ
🔸 UPC રવિરાજ મેરુભાઈ ખાચર
🔸 UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ
જિલ્લા પોલીસ વડાની આ પગલીએ પોલીસ તંત્રમાં ભારે ચકચાર જગાવી છે. કહેવાય છે કે SMC દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ગંભીર બેદરકારી, શિસ્તભંગ અને અસમજદારીના આધારે સસ્પેન્શનના આદેશો જારી કરાયા છે.
પોલીસ વિભાગમાં સતત મળતી ફરિયાદો અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ચાલી રહેલા સવાલોના પગલે પોલીસ વિભાગે આ પ્રકારની કડક કાર્યવાહી કરી છે. પોલીસે પોતાની આંતરિક કામગીરીમાં શિસ્ત અને જવાબદારી લાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી શકયતા છે.
📌 સ્થાનિક સ્તરે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે અને હવે જોવાનું એ રહ્યું કે આગળના દિવસે પોલીસ વિભાગમાં આ નિર્ણયના પડસાદ કેવી રીતે પડશે.











