અલ કાયદાએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપી, મસ્ક સહિત અન્યોના નામ સામેલ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અલ કાયદા ઇન અરેબિયન પેનિનસુલા (AQAP)એ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, અલ કાયદાની યમન શાખાએ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કને મારી નાખવાની ધમકી આપી છે. AQAP તરફથી એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પ ઉપરાંત તેમની સરકારના અન્ય લોકોના નામ પણ છે.
Post Views: 508











