**હેડલાઈન નેટવર્કનું “સુપ્રિમ આદર્શ પત્રકારત્વ” એક્સપોઝ!

**હેડલાઈન નેટવર્કનું “સુપ્રિમ આદર્શ પત્રકારત્વ” એક્સપોઝ!

દશ લાખની ખંડણી, રિવૉલ્વરથી ધમકી, અને દારૂ–હથિયાર સુધી…

પત્રકારત્વના નામે માફિયાગીરી?


વડોદરાના મધ્ય ગુજરાત હેડલાઈન નામના બેનર હેઠળ પોતાને પત્રકાર અને મીડિયા હાઉસના “માલિક” તરીકે ઓળખાવનાર ગીરીશ સોલંકીની ખંડણી અને ધમકીના ગંભીર ગુનામાં ધરપકડ થઈ છે. કોર્ટએ બે દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.

પરંતુ રિમાન્ડ દરમ્યાન મોટી ઉથલપાથલ –

પોલીસે ગીરીશ સોલંકીએ મહિલાને ભાડે આપેલ ફ્લેટ પરથી વિદેશી દારૂની પાંચ બોટલો કબજે કરી અને હથિયાર સાથે ફોર્ચ્યુનર કાર પકડતા વધારાના બે ગુના પણ નોંધ્યા છે.

 

પત્રકારત્વ? કે રેકેટ?

મજાની વાત એ છે કે
રાજકોટની ઓફિસમાં બિરાજતા “ગ્રુપ એડિટર” જગદીશ મહેતા સોશિયલ મીડિયા પર પત્રકારત્વના આદર્શોનો પાઠ ભણાવતાં દેખાય છે.

તેઓ વીડિયોમાં કહેતા

“પત્રકારો સમાજના રક્ષક હોવા જોઈએ.”

 

પણ હવે પ્રશ્ન એ છે 

જગદીશભાઈ,કાળા કારોબારમાં ફસાયેલા તમારા “માલિક અને બેનર” વિશે પણ બોલશો કે “પાણીચું” ફક્ત બીજા પત્રકારોને આપવાનું છે?

જગદીશભાઈ, હવે ક્યાં છુપાયા છો?

 

 

ફરિયાદ શું કહે છે?

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 
રાજકોટના એક લેબર કોન્ટ્રાક્ટર રણજીત વીરડાનો આરોપ છે કે:

તેણે ગીરીશ સોલંકીની કંપની સાથે કામ કર્યું.

પોતાના ₹9 લાખના સાધનો પણ કામ માટે આપી દીધા.

ગીરીશેભાઈએ સાધનોને ભાડે આપીને દર મહિને રકમ ખાધી, પણ રણજીતને તેનો હિસાબ આપ્યો નહીં.

બિલ મળીને ₹32 લાખનું થયું, પરંતુ આ પૈકી ફક્ત ₹4–5 લાખ ઓનલાઈન ચૂકવ્યા, બાકીનું ગરક કર્યું.

બાકી હક્કની રકમ માંગવા જતાં ગિરીશેભાઈએ રિવૉલ્વર બતાવી અને દશ લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ છે.

આક્ષેપ મુજબ ગીરીશે કહ્યું:

 

“મારી પહોંચ ટોચ સુધી છે… તને જીવતો નહિ છોડું.”

રણજીત વીરડા મુશ્કેલીથી ભાગી છૂટ્યો અને પોલીસ પાસે દોડી ગયો.

ક્રાઈમ બ્રાંચે તરત ગીરફ્તારી કરી અને રિવૉલ્વર પણ કબ્જે કરી.

 

રિમાન્ડમાં બોમ્બ ફાટ્યો

રિમાન્ડ દરમ્યાન

ભાડુતી મહિલાના કબ્જામાંથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી.

મહિલાના જણાવ્યા મુજબ દારૂ ગીરીશ આપી ગયો હતો.

બીજી તરફ, શહેરમાં શંકાસ્પદ રીતે ફરતી ફૉર્ચ્યુનર કાર રોકાઈ, તેમાંમાંથી છરી, ધોકા સહિતના હથિયાર જેવી વસ્તુઓ મળી.

ડ્રાઈવરે કહ્યું: “ગાડી ગીરીશની છે, હું ગીરીશનો ડ્રાઈવર.”

પરિણામ → વધુ બે ગુના નોંધાયા.

 

**હકીકત છુપાવવાનો પ્રયાસ?

એક્ઝેક્ટ પોતાના મીડિયાનું નામ કેમ નથી બોલતા?**

સોશિયલ મીડિયામાં અને વીડિયો રીલોમાં સેંશનલિઝમ કરતી રાજકોટ ગ્રુપના લોકો,
હવે મધ્ય ગુજરાત હેડલાઈનનું “પૂરું સાચું નામ” કેમ છુપાવી રહ્યા છે?

સવાલ ઊભો થાય છે કે

આ આખું રેકેટ ફક્ત ‘HEADLINE’ ના નામથી ચાલે છે?

અથવા કોઈ અન્ય મોટી સંસ્થાનું નામ છુપાવીને લોકોનો વિશ્વાસ છેતરાઈ રહ્યો છે?

 

જો પત્રકારત્વના નામે કામ છે, તો બેનર પાછળનું સત્ય જાહેર કેમ થતું નથી?

 

આજે પ્રશ્નો જનતાના છે

  • મધ્ય ગુજરાત હેડલાઈનનું પત્રકારત્વ કે ખંડણી મશીન?
  • મોરલ ગાઈડન્સ આપતા જગદીશ મહેતા હવે કેમ ચૂપ?
  • પત્રકારત્વની આ આડમાં ગુંડાગીરીના રેકેટની ગંધ?

સમાજને “પાણીચું” શીખવનારાઓ પહેલા પોતાની થાળીમાં મોઢું જોવે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE