April 3, 2025 1:00 pm

કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાહકોની પડાપડી

આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડપ્લેને લઈ યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા કોલ્ડપ્લેને લઈ વહેલી સવારથી યુવાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. બપોરે 2 કલાકે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થશે.

કોલ્ડપ્લે શું છે?

1997માં યુનિવર્સિટીના 4 મિત્રોએ મળી બેન્ડની શરૂઆત કરી હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયને શરૂઆત કરી હતી. કોલ્ડપ્લે શરૂઆતમાં ‘બિગ ફેટ નોઈઝ’ તરીકે ઓળખાતું હતું. વર્ષ 2000માં યલો ગીતથી મળી આંતરરાષ્ટ્રીય ઓળખ છે.

કોલ્ડપ્લેની વિશેષતા

કોલ્ડપ્લેનામાં જેમાં 6થી 7 પ્રકારના મ્યુઝિક છે. લવ, હોપ, નોસ્ટાલ્જિયા નામના મ્યુઝિક જોવા મળે છે. કોલ્ડપ્લે તેના દમદાર LIVE પર્ફોર્મન્સથી છે જાણીતું છે. યંગસ્ટર્સ અને વૃદ્ધ એમ બંને પેઢી માટે કોલ્ડપ્લે જાણીતું છે. કોલ્ડપ્લેની ટીમમાં 50% મહિલાઓ જોવા મળે છે. કોલ્ડપ્લેની ટીમમાં અંદાજે 500 લોકો હોય છે. કોલ્ડપ્લે દરેક કોન્સર્ટમાં કોઈને કોઈ સરપ્રાઈઝ આપે છે. કોલ્ડપ્લે પોતાની આવકની 10% રકમ દાનમાં આપે છે.

કોલ્ડપ્લેની હાઈટેક ટેક્નોલોજી

કોલ્ડપ્લે પોતાના તમામ કોન્સર્ટમાંફ્લોર બનાવે છે. ફ્લોર ઉપર કૂદકા મારવાથી વીજળી પેદા થાય છે.આધુનિક સાઈકલ ચાહકોને સાથે અપાય છે. તેમજ સાઈકલ પર પેડલ મારવાથી ઈલેક્ટ્રિસિટી જનરેટ થાય છે.

મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત

અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતા વધુ દર્શકો ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશથી મ્યુઝિક લવર્સ અમદાવાદ પહોંચી રહ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી એન્ટ્રી અપાશે. સાંજે 7 વાગ્યા સુધી દર્શકોને સ્ટેડિયમમાં અપાશે પ્રવેશ. સાંજે 7 વાગ્યાથી કોલ્ડપ્લેનું પર્ફોર્મન્સ થશે શરૂ. કોલ્ડપ્લેના પર્ફોર્મન્સ પહેલા એલ્યાના, શૌન અને જસલીન રોયલ પર્ફોર્મ કરશે. કોલ્ડપ્લેની ટિકિટ ન મેળવનાર Disney+Hotstar પર કોન્સર્ટ જોઈ શકશે.

દર્શકોને થશે અદ્ભુત અનુભવ

દર્શકોને રિસ્ટબેન્ડ અપાશે જે રેડિયો ફ્રિકવન્સી ટેક્નોલોજીથી સજ્જ હશે. મ્યુઝિકની બીટ પર રિસ્ટબેન્ડથી સ્ટેડિયમ લાઈટથી ઝગમગી ઉઠશે. તમામ દર્શકને મૂનગોગલ્સ પણ આપવામાં આવશે. સ્ટેડિયમમાં આતશબાજી વખતે અલગ અલગ કલરના હાર્ટ શેપ દેખાશે. સ્ટેડિયમમાં પેડલ કાઇનેટિક બાઈક કે કાઇનેટિક ફ્લોર પણ જોવા મળશે. ફેન્સ પેડલ મારીને કે ડાન્સ કરીને શોની એનર્જી વધારી શકશે. દરેક કેટેગરીના પ્રેક્ષકો કોન્સર્ટ માણી શકે તે માટેની વ્યવસ્થા. દિવ્યાંગ દર્શકો માટે સાઈન લેંગ્વેજ એક્સપર્ટ પણ હાજર હશે.

કોન્સર્ટને લઈને અમદાવાદમાં પોલીસ એલર્ટ

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ NSG કમાન્ડો સાથે પોલીસ જવાનો પણ સજ્જ છે. 4 હજાર પોલીસ જવાનો સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી ન થય તે માટે આયોજન. 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP સહિત પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. મહિલાઓ માટે પણ અલગથી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. 400થી વધુ CCTV કેમેરાથી પોલીસ મોનિટરિંગ કરશે. CCTVથી મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. 11 મેડિકલ સ્ટેશન, 7 એમ્બ્યુલ્સ સાથે 3 બેડની મિનિ હોસ્પિટલ તૈયાર તેમજ QRT ટીમ, NSG, SDRF, BDDSની ટીમ તૈનાત રહેશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE