ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય જીએસઆરટીસી તેમજ પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતથી કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે નવી વોલ્વો બસ અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.
મહાકુંભમાં અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડશે બસ
આ સમગ્ર બાબતે માહિતી આપતા માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત જીએસઆરટીસી તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કુંભમાં શ્રદ્ધાળુઓનાં દર્શન માટે બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે નવી વોલ્વો બસ દોડાવવામાં આવશે. તેમજ માત્ર 8100 રૂપિયામાં ત્રણ રાત્રી અને ચાર દિવસનાં પેકેજમાં પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરી શકશે.
27 મી જાન્યુઆરીથી મુખ્યમંત્રી શરૂઆત કરાવશે
તા. 27 જાન્યુઆરીથી મુખ્યમંત્રી શરૂઆત કરાવશે. તેમજ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ એક રાત્રી રોકાણ કરી શકશે. તેમજ રહેવાની વ્યવસ્થા તબક્કાવાર વધતા બસની સંખ્યામાં વધારવામાં આવશે.