યુપીના કન્નોજ રેલવે સ્ટેશને નિર્માણાધીન બિલ્ડિંગનો એક બીમ તૂટી પડતાં ઘણા લોકો દટાયાં હતા.
યુપીના કન્નોજ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિલ્ડિંગનો બીમ તૂટી પડતાં ઘણા લોકો દટાયાં હતા, દુર્ઘટના બાદ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું જેમાં 6થી વધુ લોકોને બહાર કઢાયાં હતા. કન્નૌજ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ. અહીં સ્ટેશનના બે માળ પર નિર્માણાધીન ટેન્કર અચાનક તૂટી પડ્યું હતું. કાટમાળમાંથી છ મજૂરોને બચાવી લેવાયા છે. બીમ નીચે ઘણા લોકો દટાયાં હતા જેને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલાની માહિતી મળ્યા બાદ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બ્યુટિફિકેશનના કામ દરમિયાન આ અકસ્માત
રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન આ અકસ્માત થયો હતો. એક મોટું બીમ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેની નીચે કામ કરતાં મજૂરો દટાયાં હતા.
ઘણાના મોતની આશંકા
આ દુર્ઘટનામાં ઘણા મજૂરોના મોત થયાં હોવાની પણ શંકા છે. હાલમાં દટાયેલા લોકોને બહાર કાઢવાાનું ચાલુ છે.