Jammu-Kashmir : કાશ્મીરના પુલવામા અને શોપિયાંમાં તાપમાન માઈનસ 9 ડિગ્રીથી પણ ઓછું થઈ ગયું તો લદ્દાખના વિવિધ વિસ્તારોમાં તાપમાન ઘટીને માઈનસ 12 થઈ ગયું
Jammu-Kashmir : હાડ થીજવી નાખે તેવી ઠંડી વચ્ચે હવે દેશના પહાડી વિસ્તારો બરફની લપેટમાં છે અને ડિસેમ્બરનું અંતિમ અઠવાડિયું છે અને પહાડોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જો આપણે ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની વાત કરી એ તો કાશ્મીરના પુલવામા અને શોપિયાંમાં તાપમાન માઈનસ 9 ડિગ્રીથી પણ ઓછું થઈ ગયું છે. લદ્દાખના વિવિધ વિસ્તારોમાં તે ઘટીને માઈનસ 12 થઈ ગયો છે.
કાશ્મીરનો ડોડા વિસ્તાર બરફની ચાદરથી ઢંકાયેલો છે. અહીં હિમવર્ષા ચાલુ છે. આ તરફ સતત હિમવર્ષાને કારણે સહેલાણીઓને પણ જાણે મોજ પડી ગઈ છે.
એ પણ નોંધનિય છે કે, કાશ્મીરમાં સતત પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે.
કાશ્મીરના ડોડામાં આવેલ ભાદરવાહ બરફથી ઢંકાયેલ પર્વતો સાથે શિયાળાની અજાયબીમાં ફેરવાઈ ગયું છે તો શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.3 ડિગ્રીથી નીચે જવાને કારણે દાલ સરોવર પણ થીજી ગયું છે. આ તમામ દ્રશ્યો જોઈ તમને લાગશે કે જાણે સ્વર્ગ ધરતી પણ ઉતર્યું છે.