અમદાવાદમાં તાજેતરમાં આગની ઘટના સર્જાઇ હતી. જેમાં શહેરના થલતેજ વિસ્તારમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજ્યમાં છાશવારે આગની ઘટના સર્જાય છે ત્યારે ગતરાત્રિના અમદાવાદમાં આગની મોટી ઘટના બની હતી. જેમાં અમદાવાદના થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી.
મળતી માહિતી મુજબ મોડી રાત્રિના આ આગ લાગી હતી. જેમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના ટોપ ફ્લોરે આગ લાગી હતી. ત્યારે આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર તંત્ર સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે 28 ગાડીઓનો કાફલો આગ બુઝાવવામાં લાગ્યો હતો. જોકે ફાયર વિભાગની કામગીરી અને ભારે જહેમતે આગને બુઝાવવામાં સફળતા મળી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજી સુધી આગના કારણે નુકશાન અને જાનહાનિ બાબતેની માહિતી સામે આવી નથી. આ ઉપરાંત આગ કેવી રીતે લાગી તેનું કારણે પણ અકબંધ છે.
Post Views: 13