PM Modi Threat : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની ધરપકડ કરી
PM Modi Threat : PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વિગતો મુજબ મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર PM મોદીની હત્યાના કાવતરા અંગેનો કોલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો. આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ફોન કરનારે કોલ પર દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ શરૂ કરી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ કરવામાં આવી રહી છે.
હવે ભારતમાં જ બનશે ઇજેક્શન સીટ પેરાશૂટ, આ શહેરને મળ્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વાસ્તવમાં ગઇકાલએ રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને PM મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ આ કોલને ગંભીરતાથી લઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, PM મોદીને આ પહેલા પણ અનેકવાર ધમકી મળી ચૂકી છે.