પ્રેમસંબંધે એકસાથે બે લોકોના જીવ લઇ લીધા, યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો

તાજેતરમાં એક ઘટનામાં પ્રેમસંબંધે બે જીવ લીધા હતા. બોટાદમાં એક પ્રેમ સબંધના કારણે યુવક અને યુવતીએ જીવ ખોવાની વારી આવી હતી. ત્યારે આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદમાં પ્રેમીની હત્યા બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં આરતી કાવેઠીયાએ પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પાતાના ઘરે આપઘાત કર્યો. ગત 22 નવેમ્બરે ઢાકણીયા રોડ પર બીજલ ઉર્ફે હિતેશ મહેરીયાની પ્રેમીકાના મંગેતર રોહિત ભોજૈયાએ હત્યા કરી હતી. થોડા દિવસ અગાઉ આરોપી રોહિત ભોજૈયાની બોટાદના આરતીબેન કાવેઠીયા સાથે સગાઇ થઇ હતી.

સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની હત્યા કરી

મળતી માહિતી મુજબ મૃતક બીજલ ઉર્ફે હિતેશને આરતીબેન કાવેઠીયા સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામા આવ્યા હતા. જે બાદ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની 22 નવેમ્બરે હત્યા કરી હતી. જે બાદ થોડા દિવસ પછી યુવતીએ પણ અપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

વધુ વાંચો : અમદાવાદમાં પોલીસ પત્નીનો રેપ કરીને ન્યૂડ વીડિયો ઉતાર્યો, 30 લાખ-દાગીના પડાવ્યાં

અપઘાત બાદ મૃતક યુવતીને સોનાવાલા હોસ્પિટલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસે એ ડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE